Sunday, January 18, 2026

અમદાવાદમાં એક વર્ષમાં રિવરફ્રન્ટ-અટલ બ્રિજ અને કાંકરિયાની આટલા લાખ લોકોએ મુલાકાત લીધી

spot_img
Share

અમદાવાદ : છેલ્લાં એક વર્ષમાં અમદાવાદ જિલ્લામાં આવેલા વિવિધ સ્થળની 4.27 કરોડ લોકોએ મુલાકાત લીધી હતી. અમદાવાદમાં વિવિધ પર્યટન સ્થળની 2.26 કરોડ લોકોએ મુલાકાત લીધી હતી. સૌથી વધુ 79.67 લાખ લોકોએ કાંકરિયાની જ્યારે 44.76 લાખ લોકોએ સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ બ્રિજની મુલાકાત લીધી હતી. ગુજરાત ટૂરિઝમ વિભાગે આપેલી માહિતી અનુસાર, અમદાવાદ સહિત રાજ્યના અન્ય જિલ્લામાંથી આવતાં પર્યટકની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આવતા લોકોમાંથી મોટાભાગના અટલ બ્રિજની મુલાકાત પણ લેતા હોય છે. ફ્લાવર શૉ જેવા આયોજનને લીધે રિવરફ્રન્ટ પર પણ મુલાકાતીઓની સંખ્યા વધુ હોય છે. કાંકરિયા કાર્નિવલને કારણે અહીં આવતાં મુલાકાતી સૌથી વધુ હોય છે.આ ઉપરાંત ગાંધી આશ્રમ, સાયન્સ સિટી, અડાલજની વાવ, સરદાર સ્મારક, મેટ્રો, હેરિટેજ વોકના રૂટ તેમજ જૂના અમદાવાદમાં આવેલી પોળના હેરિટેજ મકાનો જોવા પણ સંખ્યાબંધ લોકો આવે છે. વર્ષ દરમિયાન હેરિટેજ વોકમાં 32 હજારથી વધુ લોકો જોડાયાં હતાં.

અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યા પછી ડોમેસ્ટિક તેમજ ઈન્ટરનેશનલ ટૂરિસ્ટની સંખ્યામાં વધારો થયાનું ટૂરિઝમ ડેવલપમેન્ટ સોસાયટીના ચેરમેન મનીષ શર્માએ જણાવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...