Thursday, September 24, 2026

અમદાવાદના આ વિસ્તારમાં બાળકો દ્વારા દારૂની ડિલિવરીનું રેકેટ ઝડપાયું, 8 હજાર પગાર અને બોટલદીઠ 200 કમિશન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં બાળકો પાસે દારૂની ડિલિવરી કરાવવાનું રેકેટ ઝડપાયું છે. અમદાવાદના પોશ ગણાતા સિંધુભવન રોડ પરથી પોલીસે કિશોરને દારૂની 6 બોટલ સાથે ઝડપી પાડ્યો છે. કિશોરને પગાર પર રાખીને દારૂની ડિલિવરી કરાવવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે.દારૂ આપનારી વ્યક્તિ બાળકોને સમજાવતો હતો કે તમારી હજી નાની ઉંમર છે, એટલે પોલીસ તમારી સામે કેસ કરશે નહીં અને તમને તમારા પૈસા મળી જશે. આ રેકેટ છેલ્લા બે મહિનાથી ચાલતું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ બોડકદેવ પોલીસને બાતમી મળી હતી કે, અમદાવાદમાં સિંધુભવન ત્રણ રસ્તા ખાતે નર્મદા આવાસના ગેટ પાસે એક ઇસમ જ્યુપીટર પર એક થેલામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખીને વેચાણ માટે ઉભો છે. બાતમીના આધારે પોલીસે તપાસ કરતા જ્યુપીટર નંબર GJ-1 XL2851માં એક કિશોર થેલો લઇને ઉભો હતો. પોલીસે કિશોરના થેલાની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કાચની શીલબંધ 6 બોટલ મળી આવી હતી. પોલીસે પરમીટ માંગતા પરમીટ ના હોવાનું જણાવ્યું હતું.

પોલીસે વધુ પૂછપરછ કરતા કિશોરે આ દારુ અંકિત પરમારે આપેલ હોવાનું જણાવ્યું હતું અને અંકિતે દારૂનો જથ્થો વેચવા માટે 8 હજાર રૂપિયા પગારથી નોકરીએ રાખ્યો હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ દારૂની એક બોટલના વેચાણ પર 200 કમિશન પણ આપવામાં આવતું હતું. છેલ્લા બે મહિનાથી કિશોર દારૂનું વેચાણ કરતો હોવાનું પોલીસને જણાવ્યું છે.પોલીસે અંકિત પરમાર સામે જુવેનાઇલ જસ્ટીસ એક્ટ કલમ 78,79 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...