Friday, May 1, 2026

રક્ષાબંધન નિમિત્તે AMTSએ બહેનોને આપી ભેટ, આ વર્ષે પણ કરી શકશે મફત મુસાફરી

spot_img
Share

અમદાવાદ : રક્ષાબંધનનો તહેવાર આ વખતે 19 ઓગસ્ટે ઉજવાશે. ત્યારે આ તહેવાર નિમિત્તે AMTSના સત્તાવાળાઓ દ્વારા મહિલા મુસાફરોને એક ખાસ ભેટ આપી છે. આ દિવસે બહેનો AMTS બસમાં મફતમાં મુસાફરી કરી શકશે.રક્ષાબંધનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભાઈને રાખડી બાંધવા માટે તેમના ઘરે જતી હોય છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રક્ષાબંધન તહેવાર નિમિતે AMTSમાં મહિલાઓ માટે મુસાફરી ફ્રી રાખવાનો નિર્ણય લેવાયો છે. પરિણામે 19 ઓગસ્ટ સોમવારના દિવસે મહિલાઓ AMTSમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. એટલે કે, સમગ્ર દિવસ દરમિયાન બહેનો પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.સવારે બસના શરૂઆતથી લઈ રાત્રે બસ બંધ થાય ત્યાં સુધી કોઈ પણ રૂટ અને સ્થળની AMTS બસમાં મહિલાઓને ટિકિટ લેવાની રહેશે નહીં. ગત વર્ષે રક્ષાબંધનમાં 75 હજારથી વધુ મહિલાઓએ મુસાફરી કરી હતી. ત્યારે ચાલુ વર્ષે પણ રક્ષાબંધનના તહેવારમાં મહિલાઓને મફતમાં મુસાફરી કરી શકે તેઓ નિર્ણય લેવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, અમદાવાદની લાલ બસ એટલે કે, AMTSમાં રોજના 4.27 લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે. જેમાં બે લાખ મહિલા મુસાફરોનો પણ સમાવેશ થાય છે. જેના પગલે લાખો બહેનો રક્ષાબંધનના દિવસે ફ્રી મુસાફરીનો લાભ મેળવી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...