Thursday, September 24, 2026

અમદાવાદમાં નવી CP કચેરીમાં પોલીસકર્મીનો આપઘાત, આપઘાતનું કારણ અકબંધ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની પોલીસ કમિશનર કચેરીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીએ ઇન્સાસ રાઇફલથી ગોળી મારી આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસકર્મી જિતેન્દ્ર રણજિતભાઈ વાજા નામના પોલીસ કોન્સ્ટેબલ હોવાની વિગત સામે આવી છે. આ મામલે પોલીસે અકસ્માતે મોત નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.હજી સુધી આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદની પોલીસ કમિશનર કચેરીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મી જિતેન્દ્ર વાજા બે દિવસ પહેલાં જ નવી પોલીસ કમિશનર કચેરીમાં ફરજ પર મુકાયા હતા. બે દિવસ પહેલાં જ રાઇફલ અને 20 જેટલી કારતૂસ આપી હતી. પોલીસકર્મીએ કયા કારણોસર આત્મહત્યા કરી છે, તે હજુ સામે આવ્યું નથી.આ બનાવ બાદ શહેર પોલીસ કમિશનર દ્વારા મૃતકના પરિવારને સાંત્વના આપવામાં આવી હતી અને આ સમગ્ર કેસની તપાસના આદેશ આપ્યા છે.પોલીસકર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો છે.

ગત મોડીરાત્રે કરેલા આપઘાતની વહેલી સવારે જાણ થઈ હતી. નવી પોલીસ કમિશનર કચેરીમાં બનાવ બનતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસ હેડક્વાર્ટરે વહેલી સવારે 15 ઓગસ્ટને લઈ ધ્વજવંદન કાર્યક્રમ હતો. પોલીસ કમિશનરે શ્રદ્ધાંજલિ આપી હતી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...