Thursday, September 24, 2026

ધરતીના ભગવાન રોષે ભરાયા ! સરકારી બાદ હવે ખાનગી ડૉક્ટર્સ પણ ઉતરશે હડતાળ પર, દર્દીઓ રઝળી પડશે

spot_img
Share

અમદાવાદ : કોલકાતાની મહિલા ડોક્ટરની હત્યાની ઘટનાના પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડી રહ્યાં છે. સમગ્ર દેશના ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે. ન્યાયની માંગણી સાથે ડોક્ટરો આજે હડતાળમાં જોડાયા છે. ડોક્ટરોની હડતાળના પગલે ઓપીડી બંધ રહેતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. સરકારી તબીબો સાથે હવે ખાનગી તબીબો પણ જોડાશે. આ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાતના વાઈસ પ્રેસિડન્ટ ડોક્ટર મિતેશ શાહે હડતાળ પૂરેપૂરું સમર્થન આપવાની વાત કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આવતીકાલે એટલે શનિવારે સવારે છ વાગ્યાથી આગામી 24 કલાક સુધી ઇમર્જન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે હોમિયોપેથિક એસોસિએશન, ગામા સહિત વડોદરાની તમામ હોસ્પિટલોનું સમર્થન કરશે. આવતી કાલથી સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે સંપૂર્ણ સેવાઓથી દૂર રહેશે. જેના કારણે રવિવાર અને સોમવારે રક્ષાબંધનનો તહેવાર હોવાથી કાલથી ત્રણ દિવસ સુધી ડોકટરો મળશે નથી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બી.જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને જુનિયર ડૉકટરોએ રેલી યોજી આજથી ગુજરાતની હોસ્પિટલોમાં OPD અને વોર્ડ સર્વિસ બંધ રાખનો નિર્ણય કર્યો છે, જ્યાં સુધી કોલકાતાના ડોકટરો પર થયેલા હુમલા મામલે સંતોષકારક જવાબ ના મળે ત્યાં સુધી સેવા બંધ રાખવામાં આવશે. માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવશે. જેમાં 1500 પૈકી 750 રેસિડેન્ટ ડોક્ટર ઇમર્જન્સીમાં સેવા આપશે. તેમજ ગુજરાતમાં અનિશ્ચિત સમય સુધી ઇન્ટર જુનિયર ડોક્ટર અને સિનિયર રેસિડેન્ટ ડોક્ટર ઓપીડી સારવાર બંધ રાખશે.

જામનગર સિવિલ હોસ્પિટલમાં એમ. પી. શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને જુનિયર ડૉકટરોએ સુત્રોચાર સાથે ધરણાં કરી કોલેજ કંમ્પાઉન્ડમાં રેલી યોજી હતી. રાજકોટ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા હતા. ડોક્ટરો OPD તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા હતા.વડોદરા સયાજી હોસ્પિટલમાં ડોક્ટરોએ કેમ્પસમાં રેલી કાઢી વિરોધ દર્શાવ્યો હતો અને હત્યા કરનારાઓને પશ્ચિમ બંગાળ સરકાર સજા કરે તેની માંગણી કરી રહ્યા હતા. સુરતની સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબોની હડતાળથી ઓપીડી શરૂ થઈ નથી. કેટલીક ઓપીડી ચાલુ થઈ છે. જો કે, રેસિડેન્ટ ડોક્ટરો આવ્યા નથી. ડોક્ટરો આવે પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે.

અત્યાર સુધીમાં સરકારી તબીબો હડતાલ કરીને વિરોધ પ્રદર્શન કરતા હતા. પરંતુ હવે તેમની સાથે ખાનગી તબીબો પણ જોડાશે. આ વિરોધ પ્રદર્શનને અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવશે. જેમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના ઓડિટોરિયમમાં તમામ 700 તબીબો એકત્રિત થઈને રેલી યોજશે. આ ઉપરાંત સાંજે 5:30 કલાકે કોલકાતાની ટ્રેઇન મહિલા તબીબની આત્માને શાંતિ અને ન્યાય મળે તે માટે કેન્ડલ માર્ચ કરીને પ્રાર્થના કરશે.

કેન્દ્ર સરકારે શુક્રવારે આદેશ જારી કર્યો છે કે જો કોઈ ડૉક્ટર સાથે કોઈ પણ પ્રકારની હિંસા થશે તો તેના માટે મેડિકલ કોલેજ અથવા હોસ્પિટલના વડા જવાબદાર રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે સ્વાસ્થ્ય કર્મચારીઓ સામે કોઈપણ પ્રકારની હિંસાના કિસ્સામાં ઘટનાના 6 કલાકની અંદર એફઆઈઆર દાખલ કરવામાં આવે. જો આમ ન થાય તો મેડિકલ કોલેજના વડા સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...