Thursday, September 24, 2026

ડોક્ટરોની હડતાળનો બીજો દિવસ, અમદાવાદમાં 24 કલાક OPD બંધ, આશ્રમ રોડ પર તબીબોની રેલી યોજાઈ

spot_img
Share

અમદાવાદ : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ-હત્યાની ઘટના અને બે દિવસ અગાઉ ડોક્ટરો પર થયેલા હુમલાના વિરોધમાં આજે (17 ઓગસ્ટ) ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા 24 કલાકની હડતાળ જાહેર કરવામાં આવી છે. દેશભરના ખાનગી ડોક્ટરો આજે હડતાલ પર છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનથી ઇન્કમટેક્ષ સુધી ડોક્ટરોએ હાથમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કરી રેલી યોજી હતી. રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે. હોસ્પિટલોમાં ઇમર્જન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે, આથી દર્દીઓએ આજે પણ હાલાકીનો સામાનો કરવો પડી રહ્યો છે. જ્યારે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના સભ્યોએ AMA થી ઇન્કમટેક્સ સુધી રેલી યોજી હતી, જેમાં 1000થી વધુ ડોક્ટરો વિવિધ લખાણવાળાં બેનર સાથે જોડાયા હતા..મોટી સંખ્યામાં મહિલા ડોક્ટરો પણ રેલીમાં જોડાયાં હતાં. આયુર્વેદ ડોક્ટરો પણ IMAની હડતાલને સમર્થન કર્યું છે તેમજ રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ ડોક્ટરોએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદ સિવિલ સુપરિટેન્ડન્ટે જણાવ્યું હતું કે રાત્રે મહિલા કર્મચારીને ઘરે જવામાં શી ટીમ મદદ કરશે.

AMAના પ્રમુખ ડૉ. તુષાર પટેલે જણાવ્યું હતું કે, કોલકાતાના ઘટનાના સંદર્ભમાં અમે આજે હડતાળ કરી રહ્યા છે. અમદાવાદના 13 હજાર ડોક્ટર અમારી સાથે જોડાયેલા છે. આજે તમામ ખાનગી હોસ્પિટલના ડોકટર પણ હડતાળ પર છે. અત્યારે અમારી રેલી યોજાઈ છે, હોસ્પિટલમાં ડોક્ટરોને સુરક્ષા મળવી જોઈએ તથા કોલકાતાના બનાવ અંગે પીડિતાને ન્યાય મળવો જોઈએ. ડોકટરો માટે સેન્ટ્રલ ડોક્ટર પ્રોટેક્શન એક્ટ બનવવવો તે અમારી માંગ છે. અમે આજે બેઠક કરીશું, જેમાં આગામી કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...