Thursday, September 24, 2026

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓક્સિજન પાર્ક અને તળાવનું કર્યુ ઉદ્ધાટન

spot_img
Share

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો છે. 18 ઓગસ્ટના તેમના એક દિવસીય ગુજરાત પ્રવાસ દરમ્યાન તેઓ કુલ સાત કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.

અમદાવાદીઓને ગ્રીનરી અને શુદ્ધ ઓક્સિજન મળી રહે તે માટે શહેરમાં ઓક્સિજન પાર્ક તરીકે એક નાનું જંગલ તૈયાર કરવામાં આવ્યું છે. ‘મિયાવાકી’ પદ્ધતિથી વિવિધ પ્રકારના ફૂલ-છોડ અને મોટા વૃક્ષો પ્લાન્ટ કરી 9 કરોડના ખર્ચે આ ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં બનાવવામાં આવેલા ઓક્સિજન પાર્કમાંથી આ પાર્ક સૌથી મોટો છે.આ પાર્ક શહેરના લોકોને તાજી હવા અને આરામદાયક પર્યાવરણ પૂરૂં પાડશે. જેમાં સ્થાનિક રહેવાસીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ ઓક્સિજન પાર્કની વિશેષતા એ છે કે અહીં તાપમાન સામાન્ય કરતા પાંચથી છ ડિગ્રી ઓછું હશે. ઓક્સિજન પાર્કની 27,200 ચોરસ મીટર જગ્યામાં 1.67 લાખથી વધુ વિવિધ પ્રકારના ફૂલ-છોડ તેમજ વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ નાનકડું જંગલ મુલાકારીઓને કુદરતી વાતાવરણની અનુભૂતી તો કરાવશે. આ સાથે જ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ લોકોને મોર્નિંગ વોક અને યોગા કરવા માટે અદભૂત માહોલ પૂરો પાડશે.શહેરની મધ્યમમાં આ પ્રકારના પાર્ક બનાવવાથી લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

ઉદઘાટનના અન્ય કાર્યક્રમમાં, અમિત શાહ મકરબા, વેજલપુરમાં મિશન મિલિયન ટ્રી યોજના હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનો આરંભ કરાવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ આ વિસ્તારમાં વિશાળ પ્રમાણમાં વૃક્ષારોપણ થવાનું છે. આ સાથે જ, મકરબા સ્થિત નવનિર્મિત સ્વિમિંગ પૂલ અને વ્યાયામશાળાનું પણ ઉદઘાટન કરવામાં આવ્યુ છે. જે સ્થાનિક યુવાઓ અને નાગરિકોને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવામાં મદદ કરશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...