Tuesday, September 22, 2026

નવા વાડજનો વ્યાસવાડી પગપાળા સંઘ 52 ગજની ધજા સાથે અંબાજી જવા પ્રસ્થાન કરશે

spot_img
Share

અમદાવાદ : માં અંબાનું પવિત્ર સ્થાન એટલે અંબાજી. ભાદરવી પૂનમનો મેળો એટલે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લેવાનો લહાવો.ભક્તો રાત દિવસ ઠંડી ગરમીની પરવા કર્યા વિના માં અંબાના ચરણોમાં પગપાળા ચાલીને પોતાની માનતા, મનોકામના લઈ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

દર વર્ષે ભાદરવા સુદ એકમથી અંબાજી પગપાળા પ્રસ્થાન કરતા સંઘનો પ્રારંભ થઇ જાય છે. માત્ર અમદાવાદ જ નહીં સમગ્ર ગુજરાતમાં જુનામાં જુના સંઘ તરીકે ગણના થાય છે એવા નવા વાડજના વ્યાસવાડી પગપાળા સંઘ સતત 31 માં વર્ષે પદયાત્રીઓ અને બાવન ગજની ઘજા સાથે આદ્યશક્તિને આરાધવા આગામી તા.03-9-24 ને મંગળવારના રોજ સવારે 6-00 કલાકે વ્યાસવાડી ચાર રસ્તાથી અંબાજી માટે પ્રસ્થાન કરશે. અને તા.11-09-24 ને બુધવારના રોજ અંબાજી ખાતે સવારે 7-00 કલાકે શિખર ઉપર ધજા આરોહણ કરશે. આ અગાઉ સંઘ દ્વારા આયોજીત ધજાપૂજન તા.02-09-24 ને સોમવારના રોજ સાંજે 5-30 કલાકે રાખેલ છે, તો દરેક ભાવિક ભક્તોને લાભ લેવા માટે નમ્ર અપીલ છે.

જો આપ દ્વારા સંજોગાવસાત અંબાજી સુધી પદયાત્રા કરી શકતા ના હોય તો પણ સપરિવાર…આદ્યશક્તિનાં બાવન ગજની ધજા અને માતાજી બિરાજમાન થયેલા એવા રથને વિદાય આપવા નવા વાડજના વ્યાસવાડી ચાર રસ્તાથી રોનક પાર્ક સોસાયટી, કૃષ્ણનગર, જય જલારામ સોસાયટી,સ્વામીનારાયણ મંદિર, જુહુ પાર્ક, ભાવસાર સોસાયટી, નીલ કોમ્પલેક્ષ સુધી પુરક પદયાત્રા કરવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, કોરોનાનો કપરો કાળ દરમિયાન પણ વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા નિરંતર 52 ગજની ધજા માં અંબાને ચઢાવવાનો ક્રમ અને પરંપરા જાળવી રાખ્યો હતો. લાખ્ખોની સંખ્યામાં માં અંબાના ભક્તો ભાદરવી પૂનમના માં અંબાના દર્શને પધારશે અને દર્શન કરી ધન્યતા અનુભવશે. માં અંબે આપ સર્વેની મનોકામના પૂર્ણ કરે. જય અંબે…

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...