Tuesday, January 20, 2026

ન્યુ રાણીપથી ગોતા વંદે માતરમ તરફ જતો રેલવે અંડરબ્રિજ બે દિવસ બંધ રહેશે, આ રહ્યા બે વૈકલ્પિક રસ્તા

spot_img
Share

અમદાવાદ : શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં અનમોલ બંગ્લોઝ પાસે આવેલા રેલવે અંડરપાસની વચ્ચે આવેલી વરસાદી પાણીના નિકાલ માટેની લોખંડની જાળી તૂટી ગઈ હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે દિવસ તેના રિપેરિંગની કામગીરી કરવાની હોવાના કારણે અન્ડરપાસ આજે મંગળવાર અને બુધવાર એમ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોખંડની જાળી નાખવાની હોવાથી બ્રિજ વાહન વ્યવહાર માટે બે દિવસ બંધ રહેશે. જેના કારણે વાહનચાલકોએ ન્યુ રાણીપ આનંદ પાર્ટી પ્લોટથી ચાંદલોડિયા ગાયત્રી ગરનાળાથી તળાવ થઈને ચાંદલોડિયા બ્રિજ તરફ જઇ શકાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ​​​​​​​વરસાદના કારણે શહેરમાં અનેક જગ્યાએ રોડ તૂટી ગયા છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવેની બેદરકારીથી હવે રેલવે અંડરબ્રિજમાં પણ વરસાદી પાણીના નિકાલ માટે નાખવામાં આવેલી જાળી તૂટી ગઈ છે. લોખંડની જાળી તૂટી ગઈ હોવાના કારણે તેનું રિપેરિંગ કામ આજથી શરૂ કરવામાં આવનાર છે. જેથી આજે અને આવતીકાલે એમ બે દિવસ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી રેલવે અંડરબ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા વાહનચાલકોએ ગોતા વંદે માતરમ રોડ થઈ એસજી હાઇવે જવા માટે ચેનપુર ક્રોસિંગ જે હાલમાં ડાયવર્ઝન આપ્યું છે તેમાં પણ બે કિલોમીટરથી વધારે ફરીને જવું પડશે.

આ રહ્યા બે વૈકલ્પિક રસ્તા
ન્યુ રાણીપથી ગોતા વંદે માતરમ તરફ જવા માટે બે વૈકલ્પિક માર્ગ તરીકે ન્યૂ રાણીપ આનંદ પાર્ટી પ્લોટથી ગાયત્રી ગરનાળા થઈ તળાવથી ચાંદલોડિયા બ્રિજ પાસે થઈને એસજી હાઇવે અને વંદે માતરમ તરફ જઈ શકાય છે. બીજા વૈકલ્પિક માર્ગ તરીકે ચેનપુર ક્રોસિંગ પાસેથી આપેલા ડાયવર્ઝન પર થઈ જગતપુર રોડ પરથી ગોદરેજ ગાર્ડન સિટી ચાર રસ્તા થઈ અને એસજી હાઇવે તેમજ સેવી સ્વરાજ વંદે માતરમ રોડ પર જઈ શકાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...