Saturday, May 2, 2026

ધન્ય આજની ઘડી રળિયામણી, સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલની વર્ષગાંઠની વધામણી, આજે 60માં વર્ષમાં પંથે આગે કદમ માંડ્યા

spot_img
Share

અમદાવાદ : શહેરમાં સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડો. હર્ષદ પટેલનો આજે જન્મદિવસ છે. 13મી સપ્ટેમ્બરના 1965 ના રોજ જન્મેલા 60માં વર્ષમાં પંથે આગે કદમ માંડ્યા છે. 2023માં પાટીદારો પ્રભુત્વ ધરાવતી સાબરમતી બેઠક પરથી ચૂંટણી જીતેલા શ્રી હર્ષદ પટેલ એક કડક અને પ્રમાણિક પદાધિકારી તરીકેની છાપ ધરાવે છે. તેઓનું સંગઠનમાં નોંધપાત્ર યોગદાન છે અને સંગઠનમાં બહોળો અનુભવ ધરાવતા હોવાને કારણે તેઓની ઉત્કૃષ્ટ વહીવટકર્તા તરીકેની ઓળખ પણ છે.

તેઓએ વિદ્યાર્થી પરિષદથી શરૂઆત કરી અને સંઘ સાથે પણ વર્ષોથી સંકળાયેલ છે, તેઓ અમદાવાદ શહેર ભાજપના પુર્વ ઉપપ્રમુખ હતા. આ ઉપરાંત તેઓ મહીસાગર અને અરવલ્લી જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે.

તેઓ ગૃહપ્રધાન અમિત શાહના વિશ્વાસુ ગણાય છે, તાજેતરમાં સંપન્ન થયેલ ગાંધીનગર લોકસભાની ચૂંટણીમાં ઇન્ચાર્જ તરીકે જવાબદારી તરીકે નિભાવી હતી. અને ગૃહપ્રધાન અમિત શાહે જ્વલંત વિજય મેળવ્યો હતો.

સાબરમતી બેઠક પર વિજય બાદ ધારાસભ્ય તરીકે અસરકારક કામગીરી માટે જાણીતા છે, જીતના બીજા જ દિવસથી કામમાં જોતરાયા બાદ વધુમાં વધુ લોકો વચ્ચે રહેવું અને સામાન્ય જન સુઘી પહોચવું એ મુખ્ય ધ્યેય હોવાનું તેમના નજીકના લોકો જણાવી રહ્યાં છે.

આ ઉપરાંત તેઓ હાઈકમાનના પ્રીતિ પાત્ર ગણાય છે. તેઓના જન્મદિન નિમિત્તે મિર્ચી ન્યુઝ પરિવાર જન્મદિવસની શુભેચ્છાઓ અને વધુ ઉજ્જવળભાવી માટે શુભકામનાઓ પાઠવે છે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...