Thursday, March 12, 2026

અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે કેટલાક રૂટ કર્યા બંધ, જાણી લો વૈકલ્પિક રૂટની વ્યવસ્થા

spot_img
Share

અમદાવાદ : દેશભરમાં હાલ ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે. 9 દિવસ બાપ્પાની પૂજા-અર્ચના કર્યા બાદ દસમા દિવસે ગજાનંદને વિદાય આપવાની હોય છે. અમદાવાદમાં ગણપતિ વિસર્જન માટે તંત્ર દ્વારા અલગથી વ્યવસ્થા કરવામાં આવે છે. આ દરમિયાન ગણેશ ભક્તો તેમજ સામાન્ય લોકોને તકલીફ ન પડે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે 17 સપ્ટેમ્બરે બપોરના 1 વાગ્યાથી અમુક રસ્તા બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ વૈકલ્પિક રસ્તાની પણ માહિતી આપી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડીને લોકોને આ વિશે માહિતી આપી છે. જેનાથી ગણેશે વિસર્જનના દિવસે લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં હેરાન થવાનો વારો ન આવે. જાહેરનમામાં ટ્રાફિક પોલીસે જણાવ્યું છે કે, પ્રતિબંધિત કરેલા તથા ટ્રાફિક માટે ડાયવર્ટ કરેલાં તમામ માર્ગો ઉપર કોઈપણ પ્રકારનું વાહન પાર્કિંગ કરી શકાશે નહીં. આ તમામ રસ્તાને નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે.

વિસ્તાર બંધ રસ્તો વૈકલ્પિક રસ્તો
જમાલપુર-પાલડી
એસ.ટી. (ગીતામંદિર) થી જમાલપુર બ્રિજ ઉપર થઈ સરદાર બ્રિજ થઈ પાલડી તરફ અવર-જવર કરી શકાશે નહીં. જમાલપુર અને પાલડીના બ્રિજનો ઉપયોગ કરીને જતા લોકો એસ.ટી (ગીતામંદિર) થી જમાલપુર બ્રિજ નીચે (ચાર રસ્તા) થી જાબી બાજુ બહેરામપુરાથી દાણીલીમડા ચાર રસ્તા થઈ જમણી બાજુ વળીને આંબેડ્કર બ્રિજનો ઉપયોગ કરી શકશે. આંબડેકર બ્રિજ થઈને અંજલિ ચાર રસ્તાથી પાલડી ચાર રસ્તા થઈ આશ્રમ રોડ ઉપર અવર-જવર કરી શકાશે.
રાયપુર- કાલુપુર
એસ.ટી (ગીતામંદિર) થી રાયપુર ચાર રસ્તા થઈને સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશનથી ઈનગેટ તરફ અવર-જવર કરી શકાશે નહીં. એસ.ટી થી ભુલાભાઈ ચાર રસ્તાથી કાંકરિયા ચોકી થઈને અપ્સરા સિનેમા ચાર રસ્તાથી પસાર થઈ ઝઘડિયા ઓવરબ્રિજનો ઉપયોગ કરી અનુપમ સિનેમા થઈને ગોમતીપુર રેલવે કોલોની થઈ કાળીદાસ ચાર રસ્તાથી સરસપુર આંબેડકર હોલથી કાલુપુર બ્રિજ થઈ રેલવે સ્ટેશન ઇનગેટ તથા નરોડા બાજુ અવર-જવર કરી શકાશે.
સારંગપુર
કામદાર મેદાન ચાર રસ્તાથી સારંગપુર ઓવરબ્રિજ થઈને સારંગપુર સર્કલ સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે. કામદાર મેદાન ચાર રસ્તાથી સાચારતોરા કબ્રસ્તાન થઈને આર.સી ટેક્નિકલ હાઇસ્કુલ થઈ ઈટવાડા સર્કલ કાલુપુર તરફ તથા કામદાર મેદાન ચાર રસ્તાથી રખિયાલ ચાર રસ્તાથી જમણી બાજુવાળી સુખરામ નગર પાણીની ટાંકી થઈ અનુપમ સિનેમા થઈ દેડકી ગાર્ડન ચાર રસ્તાથી અવર-જવર કરી શકાશે.
દિલ્હી દરવાજા
દિલ્હી દરવાજાથી નમસ્તે સર્કલથી પોલીસ કમિશનરની કચેરીથી કેન્દ્રીય વિદ્યાલય કટથી ડાબી બાજુ વળી તાવડીપુરા પોલીસ લાઇનથી દધિચિ બ્રિજ સુધીનો માર્ગ વાહનોની અવર-જવર બંધ રહેશે. દિલ્હી દરવાજાથી દરિયાપુર સર્કલથી ઈદગાહ સર્કલથી બાબુ જગજીવનરામ બ્રિજ થઈ ગિરધરનગર સર્કલથી મહારાજ પ્રજ્ઞનસ્વામી બ્રિજ નીચેથી અંડરબ્રિજ સર્કલથી અવર-જવર કરી શકાશે.
દધિચિ બ્રિજ
દિલ્હી દરવાજાથી લીમડા ચોકથી લીથો પ્રેસથી હનુમાનપુરા કટથી દધિચિ બ્રિજ સુધીનો માર્ગ અવર-જવર માટે બંધ રહેશે. દિલ્હી દરવાજાથી શાહપુર ચાર રસ્તાથી શંકરભુવન ત્રણ રસ્તાથી ગાંધીબ્રિજ થઈને ઇન્કમટેક્સથી અવર-જવર કરી શકશે.
રિવરફ્રન્ટ પશ્ચિમ
વાડજ સ્મશાન ગૃહ કટથી શરૂ થતો પશ્ચિમનો આંબેડકર બ્રિજ નીચેનો રિવફ્રન્ટનો રસ્તો અવર-જવર માટે બંધ રહેશે. વાડજ સ્મશાન ગૃહ કટથી વાડજ સર્કલ થઈ ઉસ્માનપુરા ચાર રસ્તા થઈને ઇન્કમ ટેક્સ ઓવર બ્રિજ મધ્ય ભાગ થઈને બાટા શો રૂમ ચાર રસ્તા થઈ ડિલાઇટ ચાર રસ્તા અને નહેરૂ બ્રિજ ચાર રસ્તાથી ટાઉન હોલ ચાર રસ્તાથી પાલડી ચાર રસ્તાથી મહાલક્ષ્મી પાંચ રસ્તા થઈ અંજલી ઓવર બ્રિજ મધ્ય ભાગથી અવર-જવર કરી શકાશે.
રિવરફ્રન્ટ પૂર્વ
પિકનિક હાઉસ રિવરફ્રન્ટથી શરૂ થતો પૂર્વનો આંબેડકર બ્રિજ નીચે સુધીનો રિવરફ્રન્ટ જતો-આવતો રોડ વાહનો માટે પ્રતિબંધિત રહેશે. ડફનાળા ચાર રસ્તા થઈને શાહીબાગ અંડર બ્રિજથી નમસ્તે સર્કલ છઈ દિલ્હી દરવાજાથી મિરઝાપુર રોડથી વીજળીઘર તેમજ લાલ દરવાજા રોડથી અવર-જવર કરી શકાશે.

અમદાવાદમાં સાબરમતી નદીએ કૃત્રિમ કુંડ બનાવીને વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે સાબરમતી નદી સાથે જોડાયેલા ઘણાં મુખ્ય રસ્તા અને બ્રિજને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ વિસ્તારને નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયા
ટ્રાફિક પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાં જણાવ્યું છે કે, પ્રતિબંધિત કરેલા તથા ટ્રાફિક માટે ડાયવર્ટ કરેલાં તમામ માર્ગો ઉપર કોઈપણ પ્રકારનું વાહન પાર્કિંગ કરી શકાશે નહીં. આ તમામ રસ્તાને નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...