Thursday, September 24, 2026

અમદાવાદમાં PM નરેન્દ્ર મોદીએ GMDC ગ્રાઉન્ડ ખાતે 8000 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

spot_img
Share

અમદાવાદ : PM નરેન્દ્ર મોદીના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે અનેક વિકાસ કાર્યોની ભેટ તેમણે ગુજરાતને આપી છે. વડાપ્રધાન મોદી અમદાવાદથી ગાંધીનગર મેટ્રો ટ્રેન ફેઝ-2નું લોકાર્પણ કરીને અમદાવાદ GMDC ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. PM મોદી ઓપન જીપમાં લોકોનું અભિવાદન ઝીલતા સ્ટેજ સુધી પહોંચ્યા હતા. તેમણે GMDC ગ્રાઉન્ડ ખાતેથી અમદાવાદને 8000 કરોડના વધુ વિકાસ કાર્યોની ભેટ આપી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં PMનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ દરમિયાન PM મોદી ખુલ્લી જીપમાં લોકો વચ્ચેથી અભિવાદન ઝીલતાં ઝીલતાં મુખ્ય સ્ટેજ સુધી પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે 8000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યાં હતાં.તેમજ ઔડાના મકાન, નમો ભારત રેપિડ મેટ્રોને લીલીઝંડી આપી છે. અમદાવાદ-ભુજ વચ્ચે નમો ભારત રેપિડ મેટ્રોનો પ્રારંભ થયો છે. PM મોદીએ આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી સોંપી છે.

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે PM મોદીએ સંબોધન કરતા જણાવ્યું છે કે, ગુજરાત માટે આજનો દિવસ અન્ય કારણોસર પણ ખાસ છે.નમો ભારત રેપિડ રેલ આજથી અમદાવાદ અને ભુજ વચ્ચે દોડવાની શરૂઆત થઈ છે. નમો ભારત રેપિડ રેલ દેશના એક શહેરથી બીજા શહેરમાં દરરોજ મુસાફરી કરતા આપણા મધ્યમ વર્ગના પરિવારોને ઘણી સગવડ પૂરી પાડવા જઈ રહી છે.

આ સાથે જ તેમણે ગુજરાતની જનતાનો આભાર માનતા જણાવ્યું હતું કે, “ત્રીજી વખત પ્રધાનમંત્રીના શપથ લીધા બાદ ગુજરાત આવ્યો છું. ગુજરાત મારી જન્મભૂમિ છે. ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે. તમે મારા પર અપાર પ્રેમ દર્શાવ્યો છે. દીકરાએ આજે ઘરે આવીને આશીર્વાદ લીધો છે. આશીર્વાદથી નવી ઊર્જા મળે છે. મોટી સંખ્યામાં લોકો આશીર્વાદ આપવા આવ્યા છે.”

PM મોદીએ દેશહિતમાં કરેલા કાર્યો જણાવતા કહ્યું હતું કે, ‘‘અમે ત્રીજી ટર્મના પ્રથમ 100 દિવસ મહત્વના નિર્ણય લીધા છે. દિવસ-રાત જોયા વિના કામ કર્યું છે. દેશ-વિદેશમાં જે પ્રયાસ કરવાના હતા તે કર્યા છે. કોઈ પણ કસર છોડવામાં નથી આવી. છેલ્લા 100 દિવસમાં કેવી કેવી વાતો થઈ રહી છે. કેટલાક લોકો મારી મજાક ઉડાવવા લાગ્યા છે. અલગ-અલગ તર્ક-વિતર્ક દેખાડવા લાગ્યા છે.’’

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...