Thursday, September 24, 2026

બોપલના હિટ એન્ડ રન કેસમાં મોટો ખુલાસો, સિક્યુરિટી ગાર્ડને ઉડાવી ભાગતો બિલ્ડરનો પુત્ર CCTVમાં કેદ થયો

spot_img
Share

અમદાવાદ : ગત 14 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના બોપલમાં અજાણ્યા વાહનની ટક્કરથી રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના ભાઈએ અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગેની તપાસમાં આ અકસ્માત મર્સિડીઝ કારથી બિલ્ડરના સગીર દીકરાએ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત અકસ્માત કરનાર ગાડીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં આરોપી ફૂલ સ્પિડમાં જતો દેખાય રહ્યો છે. હાલ આ મામલે બોપલ પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના બોપલમાં 14 સપ્ટેમ્બરની રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક બિલ્ડરના સગીર પુત્રએ અકસ્માત સર્જ્યો હોવાનો ખુલાસો થયો છે. સગીર કાર ચાલકે સિક્યુરિટી ગાર્ડને અડફેટે લીધો હતો. જેમાં સિક્યુરિટી ગાર્ડનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જેમાં નામી બિલ્ડર મિલાપ શાહના પુત્રએ અકસ્માત સર્જ્યો હોવાનો ખુલાસો થયો છે. બિલ્ડર મિલાપકુમાર શાહના સગીર પુત્રએ પૂરઝડપે કાર ચલાવીને રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડને ટક્કર મારી હતી.

રિપોર્ટ મુજબ, બોપલમાં વિસ્તારમાં રહેતા 34 વર્ષીય યુવાન ગોવિંદસિંગ રામબરનર્સિંગ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતાં. તેમજ તેઓના ભાઈ જસવંતસિંગ રામબરનસિંગ પણ શાશ્વત એપાર્ટમેન્ટમાં સિક્યુરિટી તરીકે નોકરી કરે છે. બંને ભાઈઓ શનિવારની રાત્રિના સમયે ફરજ પર હતા. દરમિયાન સાડા અગિયારેક વાગ્યાના સુમારે ગોવિંદસિંગ મારુતી મેડિકલની સામે આવેલ પાનના ગલ્લા ઉપર તમાકુ લેવા ગયા હતા.

આશરે પોણા બારેક વાગ્યાના સુમારે ગોવિંદસીંગ રોડ ક્રોસ કરતા હતા, તે દરમિયાન કોઇ અજાણ્યા કારચાલક અકસ્માત કરી ભાગી ગયો હતો. જે બાદ ગોવિંદસિંગને 108 મારફત સોલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરતા જશવંતસિંગે બોપલ પોલીસમાં અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મૃતકના ભાઈની ફરિયાદના આધારે બોપલ પોલીસે સીસીટીવી કેમેરા સહિતની મદદથી કારચાલકની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસે અકસ્માત કરનાર ગાડીના CCTV ફૂટેજ મળતા આરોપીની ઓળખ કરી લીધી છે. મર્સિડીઝ કારનો ચાલક બિલ્ડર મિલાપકુમાર શાહનો સગીર દીકરો હોવાનું સામે આવ્યું છે. બિલ્ડરના સગીર પુત્રએ પૂર ઝડપે કાર ચલાવીને રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડને ટક્કર મારી હતી. હાલમાં બોપલ પોલીસે સગીર આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...