અમદાવાદ : ગુજરાત રાજ્યમાં અમદાવાદ સહિત અનેક નાના મોટા શહેરોમાં જૂની ફ્લેટ ટાઈપની સોસાયટીઓમાં ઠેર ઠેર બ્લોક ધસી પડવાના કે છત કે સ્લેબ પડી જવાના બનાવો બની રહ્યા છે પછી તે પબ્લિક સોસાયટી હોય કે પ્રાઈવેટ સોસાયટી. ક્યાંક નાની ઈજાઓ થઈ તો ક્યાંક જાનહાનિ પણ થઈ હોવાના અહેવાલો અવારનવાર પ્રકાશિત થતા હોય છે.પરંતુ જાેવા જઈએ તો આ સમસ્યા સમાધાન રૂપ રિડેવલપમેન્ટમાં કોઈ ગતિ નથી, લાગે છે સરકાર પણ ગોકળગતીથી જ રિડેવલપમેન્ટ પોલીસીને આગળ વધારવા માંગે છે અથવા તો સરકારને રિડેવલપમેન્ટના કામમાં કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે પ્રાઈવેટ (ખાનગી) સોસાયટીઓમાં ફક્ત અમદાવાદ શહેરમાં અનેક સોસાયટીઓમાં બે-ત્રણ સભ્યોને કારણે સમગ્ર રિડેવલપમેન્ટની કામગીરી અટકે છે જેને કારણે બહુમતી સભ્યોને હેરાન થવું પડી રહ્યું છે. આમ પેપર વર્ક અને દરેક સોસાયટીને નામદાર હાઈકોર્ટમાંથી અસંમત સભ્યોના મકાન ખાલી કરાવવાનો ઓર્ડર લાવવો પડે છે.
પબ્લિક હાઉસિંગ એટલે હાઉસીંગ બોર્ડની સોસાયટીમાં બાબુશાહી રાજ ચાલે છે, વર્ષોથી કેટલાય ટેન્ડર પડેલા છે પણ તે ટેન્ડરની કાર્યવાહી આગળ વધતી જ નથી, જાણે કે ગ્રહણ લાગી ગયું હોય. કેટલીક સોસાયટીઓમાં રહીશો રસ ધરાવતા હોવા છતા સોસાયટીના આગેવાનોની અંદરોઅંદરની લડાઈને કારણે સમગ્ર રિડેવલપમેન્ટની કામગીરી અટકે છે, છેવટે હાઉસીંગના રહીશોને ભોગવવાનું આવી રહ્યું છે.
ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા પેપર પર અનેક ટેન્ડર પ્રકાશિત કરી દીધા છે અને અનેક સોસાયટીઓમાં બિલ્ડરની પણ નિમણંુક થઈ ગયા છે પણ જાણે બિલ્ડર્સએ પોતાનો કોઈ સોસાયટી પર થપ્પો કરી લીધો હોય અને વર્ષો સુધી તેમાં રિડેવલપમેન્ટ પ્રક્રિયા ખોરંભે જ પડેલી રાખે છે. જેમાં અધિકારીઓની પણ સાંઠગાંઠ હોવાની પૂરી આશંકા છે, નહિતર ટેન્ડર મર્યાદાઓનું કોઈ પાલન આવા કેસોમાં થતું નથી. જ્યારે કેટલીક સોસાયટીઓમાં અધિકારીઓ ટેન્ડર અને તેના નીતિ નિયમો બતાવી સોસાયટી સભ્યો, એસોસિયેશન કે બિલ્ડરને ડરાવવાનો પ્રયાસ કરતા હોય છે, આમ હાઉસીંગ બોર્ડની ડબલ સ્ટાન્ડર્ડ જેવી બેધારી નીતિને કારણે આખરે નિર્દાેષ રહીશોને ભોગવવાનું આવે છે.
અગાઉ વાત કરી એમ અનેક હાઉસીંગ સોસાયટીના ટેન્ડરો બહાર પાડી દીધા છે, જયારે અનેક ઈચ્છુંક સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જવા માંગે છે, તેઓને અભિમન્યુંના સાત કોઠા પાર પાડવા કરતા અઘરી સિસ્ટમ ફોલો કરવી પડે છે, તાજેતરમાં અમોને ધ્યાને આવ્યું એકાદ-બે સોસાયટીમાં સંમતિ લેવાની પ્રક્રિયામાં પેપર વર્ક એટલું જટિલ, અઘરુ અને લાંબુલચાક કર્યુ છે, જેના કારણે રિડેવલપમેન્ટમાં રસ ધરાવતા સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓને સંમતિ જમા કરાવે એ પહેલા ધોળે દિવસે તારા દેખાવવા લાગે છે.
આ ઉપરાંત જયાં રિડેવલપમેન્ટનું કામ અંતિમ તબક્કામાં છે અથવા તો પૂર્ણ થઈ ગયું છે એવા એકાદ કિસ્સામાં કલમના જાેરે પાવર જે છે એમની પાસે, જેનાથી ભ્રષ્ટાચાર પણ ફાલ્યો છે. જાે અધિકારીને કોઈ વાતે માઠું લાગે એટલે શેરો કરી દેવાનો ખરો ખોટો પછી ભલે પબ્લિક કે બિલ્ડર હેરાન થાય. ઉપરાંત ટેન્ડરે ટેન્ડરે અધિકારીઓના સ્ટેટમેન્ટ અને વ્યાખ્યાઓ બદલાય છે. અધિકારીઓનું કેટલાક બિલ્ડર્સ માટે મન ઉદાર તો કેટલાક માટે સંકુચિત થઈ જાય છે આવા ભેદભાવ કેમ? જૂના ટેન્ડર્સ વર્ષો સુધી ખેંચ્યા કરતા ફરીથી ટેન્ડર કેમ નથી પાડતા?
આ ઉપરાંત કોઈ સોસાયટી શરૂઆતમાં માહિતી લેવા જાય જાે તેને દરેક સ્ટેપ યોગ્ય રીતે સમજાવવામાં આવે તો કામ ઝડપી અને સરળ થાય પણ તેમ ના કરતા વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે. ત્યારે આવા અનેક પ્રશ્નો પ્રજામાં ગોટાયા કરે છે અને પ્રજા મજબૂર છે અધિકારી રાજમાં હેરાન થવા, જે પ્રજા વાસ્તવમાં દેશની રાજા છે તે પોતાના અધિકાર અને હક્ક માટે સરકારી નોકરો સામે આજીજી કરે છે.
લોકશાહીની આ કડવી વેદના છે જેમાં પ્રજાને મુરખ બનાવમાં આવી રહી છે. સરકારે પીપીપી ધોરણમાં કોઈ એક ચોક્કસ વ્યક્તિને રિડેવલપમેન્ટના સરળીકરણ માટે નિયુક્ત કરવા જાેઈયે તો અને તો જ રિડેવલપમેન્ટ ઝડપી થશે બાકી વર્તમાન કાર્યપદ્ધતિથી કામ થતું રહેશે તો રિડેવલપમેન્ટ પ્રક્રિયા ચક્રવ્યૂહના સાત કોઠા સાધવા જેવી થઈ જશે અને અધિકારીઓની 2-3 પેઢી પણ ગુજરાતમાં રિડેવલપમેન્ટ ઝડપી કરી શકશે નહિ અને લોકો મજબૂરીમાં જર્જરિત મકાનમાં ભયભીત રહી મરતા રહેશે.