Wednesday, June 17, 2026

અમદાવાદીઓ સાવધાન ! આ 5 બ્રિજ પરથી જીવના જોખમે થજો પસાર, બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ કહ્યાં છે જર્જરિત

spot_img
Share

અમદાવાદ : આણંદના ગંભીરાની ઘટના પછી સરકાર હરકતમાં આવી છે, હવે એક પછી એક પુલ અંગે ઘટસ્ફોટ થઈ રહ્યો છે. વિપક્ષ પણ આ મુદ્દે હવે સરકારના કાન આમળી રહી છે. જો કે વિપક્ષ કરે એ તો ઠીક છે, પરંતુ સરકાર કે તંત્રે રચેલ સમિતી જયારે જણાવે કે બ્રિજની હાલત ખરાબ છે અને છતા તે વાહનવ્યવહાર માટે પૂર્વવત રહે તો તે ગંભીર ગુનાની બરાબર હોવાનું લોકોનું કહેવું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં રહેતા હજારો શહેરીજનો જે બ્રિજ પરથી રોજબરોજ પસાર થાય છે એ બ્રિજની હાલત જર્જરીત હોવાનું બ્રિજ ઇન્સ્પેક્શન કમિટી જણાવી રહી છે. બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ સોંપેલા રિપોર્ટમાં અમદાવાદના 5 બ્રિજની હાલત જર્જરિત અને ખસ્તા હોવાનુ જણાવ્યું છે. આમ છતા આ બ્રિજ પરથી રોજેરોજ વાહનનો ધમધમાટ યથાવત રહેવા પામ્યો છે.બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ સોંપેલા ચોંકાવનારા રિપોર્ટમાં અમદાવાદમાં 5 બ્રિજ જોખમી હાલતમાં ગણાવ્યા છે. બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ, તેમના રિપોર્ટમાં 5 બ્રિજ જોખમી અને ખૂબ જ ખરાબ હાલતમાં હોવાનો ઉલ્લેખ કર્યો છે.

જેમાં અમરસિંહ ચૌધરી અસારવા બ્રિજ પુઅર અને ક્રિટિકલ હાલત હોવાનું, તેમજ કેટલીક જગ્યા પર ખૂબ જ જર્જરીત હોવાનો ઉલ્લેખ કરાયો છે. સુભાષ બ્રિજ આરસીસી સ્લેબ પુઅર કન્ડિશનમાં હોવાનું બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ જણાવ્યું છે. મહાત્મા ગાંધી જૂના બ્રિજ ઓવરઓલ બ્રિજની હાલત ખરાબ છે. મહાત્મા ગાંધી નવો બ્રીજ સુપર સ્ટ્રક્ચર અને સબ સ્ટ્રક્ચરની હાલત પણ ખરાબ છે. તો શહેરના પૂર્વમાં રેલવે ટ્રેક ઉપર બનેલ કેડીલા જૂનો બ્રિજ ક્રિટિકલ અને ખૂબ જ ખરાબ સ્થિતિમાં હોવાનું બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...