અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આગામી તારીખ 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. ભાદરવી પૂનમ મહામેળોના આયોજનને લઈને કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. યાત્રિકોની સલામતિ, ક્રાઉડ મેનેજમેન્ટ, સ્વચ્છતા, સેનિટેશન, આરોગ્ય, પીવાનું પાણી સહિતની બાબતો ઉપર ઝીણવટપૂર્વક આયોજન કરવા સૂચન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન થાય છે. આ વર્ષે પણ સપ્ટેમ્બર મહિનામાં ભાદરવી પૂનમના મેળો યોજાવાનો છે. જેની તૈયારીના ભાગરૂપે આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી.અંબાજી ખાતે આગામી 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાવાનો છે. જેને લઈને બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, “દર વર્ષે મેળામાં લાખો ભક્તો આવે છે. જેને ધ્યાનમાં રાખીને વિવિધ સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.”
આ બેઠકમાં ભાદરવી પૂનમનો મહામેળામાં યાત્રિકોની સલામતિ, ક્રાઉડ મેનેજમેન્ટ, સ્વચ્છતા, સેનિટેશન, આરોગ્ય, પીવાનું પાણી સહિતની બાબતો ઉપર ઝીણવટપૂર્વક આયોજન કરવા સૂચન કરવામાં આવ્યું છે. મહામેળાના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે સબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળામાં આવતા શ્રધ્ધાળુઓ માટે બસની વ્યવસ્થા, રોકાણ અને ભોજન વ્યવસ્થા, પાર્કિંગ, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા, કાયદો- વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, લાઇટિંગ, મંદિરમાં દર્શન વ્યવસ્થા, સુરક્ષા-સલામતી, પ્રચાર-પ્રસાર સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવી છે.