Sunday, September 20, 2026

શ્રાવણમાં દરરોજ અમદાવાદથી એક ST વોલ્વો સોમનાથ દર્શને ઉપડશે, જાણો ભાડું અને સુવિધા વિશે?

spot_img
Share

અમદાવાદ : પ્રવાસન વિભાગ તરફથી કરવામાં આવેલા વિવિધ આયોજન પૈકી કેટલાક સમયથી ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનને વધુને વધુ વેગ કેવી રીતે મળે તે વિષે ચિંતન અને મંથન થયું હતું. જેમાં ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા શ્રાવણ મહિનામાં સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન માટે રાણીપ, અમદાવાદથી રોજિંદી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવશે, જે ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો એક ઉત્તમ પ્રયાસ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આગામી શ્રાવણમાં દરરોજ અમદાવાદ (રાણીપ ડેપો) થી એક વોલ્વો બસ સોમનાથના દર્શને ઉપડશે. જેમાં બે દિવસ અને એક રાત્રિ રોકાણ સાથેની આ ટ્રીપ-પેકેજ અંતર્ગત રોજ સવારે 6-00 કલાકે રાણીપથી બસ ઉપડીને સાંજે 4-00 કલાકે સોમનાથ પહોંચશે. આ બસ બીજા દિવસે સોમનાથથી સવારે 9-30 કલાકે નીકળીને રાત્રે 10-30 કલાકે રાણીપ અમદાવાદ ખાતે પરત આવનાર હોવાનું ગુજરાત પ્રવાસન વિભાગની એક યાદીમાં જણાવાયું છે.

યાત્રી દીઠ જવા-આવવાની ટિકિટ 4,000 રૂપિયા રખાઈ છે. જ્યારે બે વ્યક્તિ માટે જવા-આવવાનું ભાડુ 7,050 રૂપિયા નક્કી કરાયું છે. જેમાં નાસ્તો, બે ટાઇમ ભોજન, હોટેલમાં રાત્રિ રોકાણ અને ગાઇડની સુવિધા આપવામાં આવશે. આ પેકેજમાં સોમનાથ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો, ત્રિવેણી સંગમ આરતી, ભાલકા તીર્થ રામ મંદિર અને ગીતા મંદિરનો સમાવેશ થાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...