અમદાવાદ :અમદાવાદમાં ફરી એકવાર BRTS અકસ્માત સર્જ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગત મોડી રાત્રે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ગત મોડી રાતે BRTS બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. BRTS બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રેલિંગ તોડીને ડિવાઇડર પર ચડી ગઈ હતી. આ દરમિયાન સામેથી રિક્ષા આવી રહી હતી, જેને ટક્કર વાગતા રિક્ષામાં બેઠેલા રિક્ષાચાલક સહિત પાંચ લોકોને બીજા પહોંચી છે. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રખિયાલ વિસ્તારમાં BRTS બસે સામે આવી રહેલી રિક્ષાને ભારે અડફેટે લીધી હતી. આ સમગ્ર ઘટનામાં કુલ 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. બસને ભયંકર અકસ્માત થતા ઘટનાસ્થળે ભીડ ભેગી થઇ હતી. આ સાથે સમગ્ર બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતમાં BRTS બસનો કહેર સતત વધી રહ્યો છે. મહિલાનાં એકથી બે અકસ્માતની ઘટના બનતી જ હોય છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી AMTS અને BRTSના ડ્રાઈવરો દ્વારા બેફામ અને બેદરકાર ડ્રાઇવિંગના કારણે અવારનવાર આ પ્રકારના અકસ્માતો બનતા રહ્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આ મુદ્દે અગાઉ પણ લેખિતમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તથા મહિનામાં મળતી સભા બોર્ડ માં પણ અનેક વખતે ફરિયાદો કરવામાં આવી છે. તેમ છતાં ડ્રાઈવરશીપીમાં કોઈ સુધારો જોવા મળતો નથી, જે અત્યંત ગંભીર બાબત છે.