Monday, September 21, 2026

અમદાવાદમાં સુભાષબ્રિજ ખાતે ભાજપના ધરણાં, CM પહેલીવાર કાળી પટ્ટી બાંધી વિરોધ કરવા ઊતર્યા

spot_img
Share

અમદાવાદ : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામતવિરોધી આપેલા નિવેદનને લઈ આજે અમદાવાદમાં શહેર ભાજપ દ્વારા રેલી અને ધરણાં યોજવામાં આવ્યાં હતાં, જોકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર કોઈ વિરોધપ્રદર્શનમાં જોડાયા છે. આ વિરોધપ્રદર્શનમાં ભાજપના ધારાસભ્યો અને અન્ય સિનિયર આગેવાનો ગાંધી આશ્રમ નજીક આવેલા બત્રીસી હોલથી પદયાત્રા કરી આવ્યા હતા અને ધરણાં યોજ્યાં હતાં. મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓને કાર્યકર્તાઓએ હાથમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાવ્યો છે.

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા દ્વારા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામતને લઈને કરવામાં આવેલા નિવેદનને લઈ આજે અમદાવાદમાં શહેર ભાજપ દ્વારા રેલી અને ધરણાં યોજવામાં આવ્યાં હતાં.આ ધરણાં કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. રાજ્યના મુખ્ય પ્રધાન પ્રથમ વખત કોઈ વિરોધ પ્રદર્શનમાં પ્રત્યક્ષ રીતે જોડાયા હતા. જો કે આ ધરણામાં અમદાવાદ પશ્ચિમ લોકસભાના ભાજપના જ દલિત સાંસદ દિનેશ મકવાણા ગેરહાજર રહ્યા હતા.

શહેર ભાજપ દ્વારા આજે અમદાવાદના સુભાષબ્રિજ ખાતે મૌન રેલી યોજવામાં આવી હતી. સાથે જ ધરણાં કાર્યક્રમના ભાગરૂપે આરટીઓ સર્કલ ખાતે રાહુલ ગાંધીના ફોટા સાથે કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો સૂત્રો લખેલાં બેનરો પણ લગાવવામાં આવ્યાં હતાં.રેલીમાં હાજર રહેલા ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. અસારવાના પૂર્વ ધારાસભ્ય પ્રદીપ પરમારે કહ્યું હતું કે જેને દેશની સંસ્કૃતિની ખબર નથી એવી વ્યક્તિ સાંસદ બની ગયા છે.

રાહુલ ગાંધીએ વિદેશ જઈ દેશની સંસ્કૃતિ એવાં SC, ST અને OBC જ્ઞાતિનો વિરોધ કર્યો છે. કોંગ્રેસનો ઇતિહાસ હમેશાં દલિતો અને બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ રહ્યો છે.રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપ દ્વારા વિરોધની રણનીતિ ઘડવામાં આવી છે. ભાજપે આ નિવેદન મુદ્દે રેલીઓ, ધરણાં અને વિરોધ પ્રદર્શનો યોજવાનું આયોજન પણ ઘડ્યું હોવાનું એક ભાજપના જ નેતાએ જણાવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...