Tuesday, January 20, 2026

અમદાવાદમાં ફિલ્મોને ટક્કર મારે એવો કિસ્સો, પુત્રએ 22 વર્ષ બાદ પિતાની હત્યાનો બદલો લીધો

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ફિલ્મોને ટક્કર મારે એવો બદલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પિતાની હત્યાનો બદલો યુવકે 22 વર્ષે લીધો હોવાની ઘટના સામે આવી છે. રાજસ્થાનના યુવકે પિતાની હત્યા કરનાર વૃદ્ધને અમદાવાદમાં અકસ્માત કરી મોતને ઘાટ ઉતાર્યા હોવાનો ખુલાસો થયો છે. જોકે, આ મામલે એન ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધી બોલેરો ચાલકની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત 1 ઓક્ટોબરના રોજ બોડકદેવ જ્ઞાનબાગ પાર્ટી પ્લોટ પાસે મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ થલતેજ ટાઇટેનિયમ સ્ક્વેર ખાતે રહેતા નખતસિંહ ભાટી સાઇકલ લઇને પસાર થતા હતા. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે બોલેરો કારના ચાલકે તેમને ટક્કર મારી અકસ્માત કર્યો હતો. જેમાં તખતસિંહનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. એન ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સીસના આધારે ગોપાલસિંહ હરીસિંહ ભાટી (ઉ.વ.30) (રહે. રાજપૂત વાસ, ગામ- અજાસર, તા- પોખરણ, જિ- જૈસલમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. આરોપીની કડક પૂછપરછ કરતા ગોપાલસિંહ ભાટીએ બોલેરો કાર નખતસિંહને મારી નાખવાના ઇરાદે પૂરઝડપે ચલાવી સાઇકલને પાછળથી ટક્કર મારી ઉપર ચડાવી દીધી હતી. જોકે, પોલીસે આ મામલે મૃતક તખતસિંહ અને આરોપી ગોપાલસિંહ વચ્ચે જુની અદાવતને લઇ આરોપીએ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.

સમગ્ર મામલે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક અને આરોપી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અદાવત ચાલતી હતી. વર્ષ 2002માં મૃતક નખતસિંહ ભાટીએ રાજસ્થાનમાં બોલેરો ચાલક ગોપાલ સિંહ ભાટીના પિતાની હત્યા કરી હતી. ત્યારથી બંને વચ્ચે અદાવત ચાલતી હતી. જેમાં 22 વર્ષે ગોપાલ સિંહે પિતાની હત્યાનો બદલો લીધો છે. એન ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માતની તપાસ દરમિયાન મોટી સફળતા હાથ લાગી છે. હાલ બોડકદેવ પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ અને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...