Monday, July 27, 2026

ન્યુ સાયન્સ સીટી રોડ પર મંડળીના ગરબામાં પ્રવેશને લઈને લોકોએ હોબાળો મચાવ્યો, જાણો કારણ ?

spot_img
Share

અમદાવાદ : નવરાત્રી દરમિયાન અમદાવાદના એસપી રીંગ રોડ પર ન્યુ સાયન્સ સીટી રોડ તરફ જતા મધુબન પાર્ટી પ્લોટમાં યોજાયેલા મંડળીના ગરબામાં આયોજકો દ્વારા 12 વર્ષથી નીચેના બાળકોને પ્રવેશ આપવામાં ન આવતાં ખેલૈયાઓએ હોબાળો કર્યો હતો. મંડળી ગરબાના આયોજકોનો લોકોએ હુરિયો બોલાવ્યો હતો અને પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. જોકે પોલીસે પણ ગરબા આયોજકના નિયમ પ્રમાણે થશે તેમ કહ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના ન્યુ સાયન્સ સીટી રોડ ઉપર આવેલા મધુબન પાર્ટી પ્લોટમાં મંડળી નામથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રવિવાર હોવાના કારણે મોટી સંખ્યામાં લોકોએ પાસ ખરીદ્યા હતા. લોકો ગરબામાં નાના બાળકોને પણ લઈને આવતા હોવાથી તેમના પણ પાસ ખરીદ્યા હતા પરંતુ આયોજકોએ નાના બાળકોને પ્રવેશ નહીં જ આપવાનો નિર્ણય લીધો હતો. જોકે પાસ ખરીદેલા હોવા છતાં પણ નાના બાળકો સાથે પ્રવેશ આપવામાં આવતા હોબાળો કર્યો હતો. પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. ત્રણેક દિવસ પહેલાં નાના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો પરંતુ અચાનક જ પાછળથી હવે પ્રવેશ ન આપવામાં આવતા પણ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.

એક ખેલૈયાએ જણાવ્યું હતું કે અમે ઓનલાઈન પાસ ખરીદ્યા હતા હવે બાળકો સાથે આયોજકો દ્વારા ગરબામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી જેને લઇને લોકોએ હોબાળો મચાવ્યો હતો.100થી વધારે લોકો બહાર ઉભા હતા આયોજકો દ્વારા બાળકો સાથે પ્રવેશ નહીં જ આપવાનો નિર્ણય કરવામાં આવતા પોલીસ બોલાવવામાં આવી હતી અને પોલીસ પણ ત્યાં આવી હતી. જોકે પોલીસે પણ ગરબા આયોજકના નિયમ પ્રમાણે થશે તેમ કહ્યું હતું.

ત્રણ દિવસ પહેલા નાના બાળકોને ગરબામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો પરંતુ અચાનક જ શનિવારથી નાના બાળકોને પ્રવેશ આપવાનો બંધ કરી દેવામાં આવતા પહેલાથી જે લોકોએ પાસ ખરીદ્યા હતા ત્યારે લોકો હોબાળો કર્યો હતો.છેલ્લી ઘડીએ આ રીતે નિર્ણય કરવામાં આવતા નોન્સેનસ બાબત લોકોએ ગણાવી હતી. આ રીતે પોસ્ટ મૂકવામાં આવતા અનેક ખેલૈયાઓમાં રોષ ફેલાયો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...