Tuesday, September 22, 2026

અમદાવાદમાં ભાડાકરાર કર્યા વગર પ્રોપર્ટી ભાડે આપનાર 100થી વધુ માલિકો વિરૂદ્ધ ફરિયાદ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અનેક વખત જાહેરનામું બહાર પાડીને પણ ભાડાકરાર ફરજીયાત કરવાનો હુકમ કર્યો છે, તેમ છતાંય લોકો કમિશનરના હુકમનું પાલન કરતા નથી. દિવાળી નજીક આવી રહી છે, ત્યારે શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહિ તે માટે પોલીસ એક્શન મોડ પર આવી છે અને ભાડા કરાર વગર રહેતા અને ધંધો કરતા લોકો પર તવાઇ બોલાવી છે. ગઇકાલે પોલીસે ભાડાકરાર કર્યા વગર પ્રોપર્ટીને ભાડે આપનાર માલિકો વિરૂદ્ધ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 100થી વધુ ફરિયાદ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેર પોલીસ કમિશનરના જાહેરનામાં મુજબ મકાનો ભાડે આપતા મકાન માલિકો અને ભાડુઆત વચ્ચે સ્ટેમ્પ પર કરાર, નોટરીઝના સહી-સિક્કા કરાવવા ફરજિયાત છે, અને જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પણ ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે. પરંતુ કેટલાક મકાનમાલિકો મકાન ભાડે આપ્યા બાદ કરાર કરાવવાની તસ્દી લેતા નથી. નવરાત્રિ પુરી થયા બાદ દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરમાં ચોર, તસ્કરો, લૂંટારૂ સહિતના અસામાજીક તત્ત્વો પોતાના ઇરાદા પાર પાડવા માટે આવતા હોય છે. ભરચક વિસ્તારની રેકી કર્યા બાદ ભાગવાના રસ્તા શોધ્યા બાદ ચોરી, લૂંટની ઘટનાને અંજામ આપતા હોય છે. ગુનેગારો રેકી કરે ત્યા સુધી તે શહેરના વિવિધ વિસ્તારોમાં મકાનો ભાડે રાખીને રહેતા હોય છે. મકાન માલિક વધુ ભાડાની લાલચમાં ગુનેગારોને મકાન ભાડે આપી દેતા હોય છે અને બાદમાં તેઓ ફસાઇ જતા હોય છે. શહેરમાં હજુ પણ હજારો લોકો છે કે ભાડા કરાર વગર રહે છે અને ધંધો પણ કરી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં દિવાળીના પર્વમાં કોઇ લૂંટ, ચોરી જેવી ઘટના બને નહિ તેમજ આંતકવાદી હુમલા જેવી ઘટના ન બને તે માટે પોલીસ એલર્ટ મોડ પર આવી ગઇ છે. ઇન્ટેલીજન્સ બ્યુરો દ્વારા અનેક વખત માહિતી મળતી હોય છે કે, ત્રાસવાદી, અસમાજીક તત્ત્વો શહેરના રહેણાક તેમજ ઔધોગિક વિસ્તારોમાં ગુપ્ત આશરો લઇને જાહેર સલામતી અને શાંતીને ભંગ કરતા હોય છે. આવા લોકોને રોકવા માટે અને દિવાળી શાંતી પુર્ણ પુરી થાય તે હેતુસર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરાયુ હતું. શહેર પોલીસે 100થી વધુ પ્રોપર્ટીના માલિકો વિરૂદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગના ગુના દાખલ કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...