28.9 C
Gujarat
Monday, July 7, 2025

અમદાવાદમાં આ રસ્તાઓ બંધ રહેશે, બુલેટ ટ્રેન અને મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ કારણે રુટ બંધ

Share

અમદાવાદ : શહેરમાં આગામી દિવસોમાં બુલેટ ટ્રેનના કામગીરીના ભાગરૂપે માર્ગ બંધ કરવામાં આવનાર હોઇ આ અંગે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુ. જેમાં જણાવ્યા પ્રમાણે અમદાવાદ શહેરમાં ભારત સરકારના બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ઈસનપુરથી વટવા જી.આઈ.ડી.સી. વચ્ચે આવતો પુનિતનગર રેલ્વે ક્રોસીંગ ઉપર અગાઉ બુલેટ ટ્રેનના પીલ્લર ઉભા કરવામાં આવેલા હતા. જે પીલ્લર ઉપર સેગમેન્ટ લગાવવાનું કામકાજ કરવામાં આવનાર છે. જે કામગીરી અનુસંધાને પુનિતનગર રેલ્વે ક્રોસીંગ તા.18/10/2024 થી તા.28/10/2024 સુધીના સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવશે.

દસ દિવસ દરમિયાન આ માર્ગ બંધ રહેવાને કારણે તે સ્થળ ઉપર ટ્રાફિકજામ ન થાય તે માટે ટ્રાફિક ડાયવર્ઝન રૂટ જાહેર કરવામાં આવ્યો છે. જેથી ઇસનપુર થી વટવા GIDC જવા માટે વૈકલ્પિક માર્ગ તરીકે વાહન ચાલકો વિવિધ ત્રણ રૂટનો ઉપયોગ કરી શકશે. જેમાં વટવા GIDC તરફથી આવતો ટ્રાફિક બોમ્બે કંડકટર રોડ દેવીમાં ત્રણ રસ્તા થઇ જમણી બાજુ વળી જશોદાનગર પાર્ટી પ્લોટ ચાર રસ્તા (જુની રબારી વસાહત) થઇ ડાબી બાજુ વળી જશોદાનગર પાટીયા ત્રણ રસ્તા થઇ જશોદાનગર ફ્લાય ઓવરબ્રીજનો ઉપયોગ કરી હાટકેશ્વર તરફ જુદા જુદા માર્ગનો ઉપયોગ કરી અવર-જવર કરી શકાશે.

બીજો માર્ગ જશોદાનગર પાટીયાથી આવતો ટ્રાફિક ડાબી બાજુ વળી બ્રીજની બાજુના સર્વિસ રોડનો ઉપયોગ કરી જશોદાનગર ચાર રસ્તા થઇ ઘોડાસર ચાર રસ્તા થઇ ડાબી બાજુ વળી સ્મૃતિ મંદીર પોલીસ ચોકી Rays Cricket Club ના સામેના ત્રણ રસ્તા થઈ પુનિતનગર તરફ અલગ અલગ માર્ગે અવર-જવર કરી શકાશે. અને વટવા, ઇસનપુર, દુર્ગાનગર તરફથી આવતો ટ્રાફિક GIDC વટવા તરફ જવા માટે સદભાવના પોલીસ ચોકી થઈ નારોલ-વટવા ફ્લાય ઓવર બ્રીજનો ઉપયોગ કરી વટવા GIDC તરફ અલગ-અલગ મુખ્ય માર્ગ તરફ જઇ શકશે.

આ ઉપરાંત અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત તા.16/10/24 થી 10/10/24 સુધીના સમયગાળા માટે નીચે દર્શાવેલ માર્ગ બંધ કરવામાં આવશે.કલગી તરફના છેડાથી પાલડી તરફના છેડા સુધીનો આશરે 400 મીટર સુધીનો એક તરફનો માર્ગ વાહન વ્યવહારની અવરજવર માટે બંધ રહેશે.પાલડી વાસણા તરફથી આવતો ટ્રાફિક અંડરપાસનો એકબાજુનો રોડ ચાલુ રાખવામાં આવનાર છે, તેનો ઉપયોગ કરી અલગ અલગ માર્ગો તરફ જઈ શકાશે. આંબાવાડી, લો ગાર્ડન, કલગી વગેરે આજુબાજુનો ટ્રાફિક અંડરપાસનો એકબાજુનો રોડ ચાલુ રાખવામાં આવનાર છે, તેનો ઉપયોગ કરી અલગ અલગ માર્ગો તરફ જઈ શકાશે.

ત્યારે આ ટ્રાફિક ડાયવર્ઝન રૂટની બાબતે આ માહિતીને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સોશિયલ મીડિયોમાં શેર કરવામાં આવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles