Tuesday, September 22, 2026

રેલવેએ ટિકિટ બુકિંગને લઈને બદલ્યો નિયમ, માત્ર આટલા દિવસ પહેલા જ રિઝર્વેશન ટિકિટ બુક થઈ શકશે

spot_img
Share

અમદાવાદ : ભારતીય રેલવેએ એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. પહેલા ટિકિટ બુકિંગ મુસાફરીના 120 દિવસ પહેલા શરૂ થતું હતું, હવે તેને ઘટાડીને 60 દિવસ કરી દેવામાં આવ્યું છે. નવો નિયમ 1 નવેમ્બર 2024થી અમલમાં આવશે. જોકે, એડવાન્સ ટ્રેન ટિકિટ બુકિંગ માટેના નવા નિયમોની પહેલાથી બુક થયેલી ટિકિટ પર કોઈ અસર નહીં થાય. હાલમાં, ટિકિટ બુકિંગ IRCTC વેબસાઇટ, એપ્લિકેશન અને રેલવે બુકિંગ કાઉન્ટર્સ દ્વારા કરવામાં આવે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રેલવે બોર્ડે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગનો સમય ઘટાડી દીધો છે. હવે ટિકિટ બુકિંગનો સમયગાળો 60 દિવસનો નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ નિયમનો અમલ પહેલી નવેમ્બર-2024થી અમલમાં આવશે. આ 60 દિવસની અંદર યાત્રાના દિવસોનો પણ સમાવેશ થાય છે. હવેથી રેલવે રિઝર્વેશન ટિકિટનું એડવાન્સ બુકિંગ માત્ર 60 દિવસ પહેલા જ થઈ શકશે. નવી સિસ્ટમ આવતા મહિનાથી અમલમાં આવશે.જેમાં લાંબી વેઈટિંગની સમસ્યા દુર થશે,IRCTC દ્વારા દરરોજ 12.38 લાખ ટિકિટ બુક થાય છે.

ભારતીય રેલ્વે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અમુક દિવસની એક્સપ્રેસ ટ્રેનો – જેમ કે તાજ એક્સપ્રેસ, ગોમતી એક્સપ્રેસ વગેરે – જ્યાં એડવાન્સ રિઝર્વેશન માટેની ટૂંકી સમય મર્યાદા હાલમાં લાગુ છે તેવા કિસ્સામાં નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આ ઉપરાંત વિદેશી પર્યટકો માટે રાખવામાં આવેલી 365 દિવસની મર્યાદામાં પણ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

રેલ્વના જણાવ્યા મુજબ, આ નવો નિયમ 31 ઓક્ટોબર-2024 સુધી બુક કરાયેલી ટિકિટોને લાગુ પડશે નહીં, પરંતુ 60 દિવસના એડવાન્સ રિઝર્વેશનના સમયગાળાથી ઉપર કરાયેલી ટિકિટ બુકિંગ રદ કરવાની મંજૂરી આપવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...