Tuesday, September 22, 2026

અમદાવાદમાં પોલીસ પર ફોર્ચ્યુનર ચઢાવી દેવાનો પ્રયાસ, પોલીસકર્મીઓને ઢસડયા, દંપતીની ધરપકડ

spot_img
Share

અમદાવાદ: શહેર પોલીસની કોમ્બિંગ નાઈટમાં ફરી એક વખત પોલીસ કર્મચારીનો જીવ જતા બચી ગયો છે. ફરજ દરમિયાન એક કાર ચાલક નબીરાએ ગાડી નહિ રોકીને પુરઝડપે ગાડી ચલાવી પોલીસ કર્મચારીને ગાડી પર ઢસડ્યો હતો. જો કે આરોપી ગાડીને વાંકી ચૂકી ચલાવીને પોલીસ કોન્સ્ટેબલને નીચે પાડીને ફરાર થઈ ગયો હતો.જેમાં પોલીસ કર્મચારીને ગંભીર ઈજા થઈ હતી. સમગ્ર ઘટના બાદ ચાંદખેડા પોલીસે ગુનો નોંધી ફોર્ચ્યુન ગાડીમાં સવાર અનુજ પટેલ અને પાયલ પટેલની ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઘટનાની વાત કરીએ તો ચાંદખેડા પોલીસની ટીમ રાત્રિના તપોવન સર્કલ પાસે કોમ્બિંગમાં વાહન ચેકિંગ કરી રહી હતી. ત્યારે GJ- 01- KQ- 2979 નંબરની ફોર્ચ્યુનર કાર લઈને આવેલ ચાલક અનુજ પટેલ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે પોલીસે ચેકિંગ માટે રોકવાનો કોશિશ કરી ત્યારે કાર ચાલક અનુજ પટેલ ગાડી નહિ રોકી અને ફરાર થવાની કોશિશ કરી હતી. અનુજ પટેલને જ્યારે પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે પોલીસ કર્મચારી નિતેશ માળી અને રાયમલભાઈની પર ગાડી ચડાવાની કોશિશ કરી હતી.જેમાં પોલીસ કોન્સ્ટેબલ રાયમલભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટના બાદ ચાંદખેડા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જેમાં તપાસ દરમિયાન GJ-01-KQ-2979 નંબરની ફોર્ચ્યુનર ગાડીમાં અનુજ પટેલ અને તેમની પત્ની પાયલ પટેલ સાથે સવાર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સાયન્સ સીટી વિસ્તારમાં શુભમ બંગ્લોઝની બાજુમાં આવેલા દત્ત રેસીડેન્સીમાં રહેતા હોવાની સામે આવ્યું હતુ. જે દરમિયાન અનુજ પટેલ અને તેની પત્ની પાયલ પટેલ ઘરે જ મળી આવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. તેમજ GJ-01-KQ-2979 નંબરની ફોર્ચ્યુનર ગાડી પણ પોલીસે કબજે કરી છે. આરોપી અનુજ પટેલની મેડિકલ ચેકઅપ પણ હાથ ધરવામાં આવી છે. તેમજ આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં વાહન ચેકીંગના ડરના કારણે વાહન ભગાવ્યું હોવાની પોલીસ સમક્ષ કબુલ્યું છે. જો કે, પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...