Tuesday, September 22, 2026

અમદાવાદીઓ ચેતી જજો, હવેથી નિયમ ભંગ AI ઇન્ટરસેપ્ટરથી ઘરે આવી જશે મેમો, કરાયું ડેશકેમ પ્રોજેક્ટનું લોન્ચિંગ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા અને ટ્રાફિક નિયમન બાબતે મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવુ હવે ભારે પડશે. અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન બાબતે મહત્વનો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે.દુબઇની જેમ AI આધારિત ડેશકેમ દ્વારા અમદાવાદમાં પણ ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને ચલણ આપવામાં આવશે. ગાડીમાં લાગેલા કેમેરામાં નિયમો ભંગ કરનાર કેદ થશે. શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકના હસ્તે અમદાવાદમાં આ પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકના હસ્તે AI આધારિત ડેશકેમ પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ અંતર્ગત ઈન્ટરસેપ્ટર વાહનોમાં મોબાઈલ કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. મોબાઈલ કેમેરામાં ટ્રાફિક નિયમન ભંગ બદલ તે વિડ્યો કેપ્ચર થયા બાદ કંટ્રોલ રૂમ મેમો જનરેટ કરશે.રોંગસાઇડ, હેલ્મેટ, સીટ બેલ્ટ સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ અમદાવાદમાં AI ડેશકેમ દ્વારા ચલણ આપવામાં આવશે. વાહનમાં લાગેલા કેમેરામાં કેદ થનાર ચાલકોને ચલણ આપવામાં આવશે. અત્યાર સુધી 29 ગાડીમાં આ કેમેરા લગાવવામાં આવ્યા છે. 31 કેમેરા ટ્રાફિક પોલીસને આપવામાં આવ્યા છે.

AI ડેશકેમ વાયોલેશનને શોધી કાઢ છે અને પુરાવા આપોઆપ રેકોર્ડ કરે છે.AI ડેશકેમ ટ્રાફિક ફ્લોનું રીયલ ટાઇમ મોનીટરિંગ કરવા ટ્રાફિક અધિકારીઓને ટ્રાફિકની વાસ્તવિક સ્થિતિ ઉપર દેખરેખ રાખવા તેમજ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનારાઓનું દસ્તાવેજીકરણ પણ કરે છે.

અમદાવાદ શહેરમાં વાહનોમાં વધારો થવાની સાથે સાથે અકસ્માતમાં પણ વધારો થયો છે. અમદાવાદ પોલીસ દ્વારા અવાર નવાર ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવે છે તેમ છતાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થાય છે. આ સમસ્યાના સમાધાન માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા દુબઇની જેમ જ AI ડેશકેમથી ચલણ સિસ્ટમ અપનાવવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...