Tuesday, September 22, 2026

આંબલી-બોપલમાં બેફામ કાર ચલાવનાર નબીરા પર મોટું એક્શન, આરોપીનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ્દ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં બોપલ આંબલી વિસ્તારમાં નશાની હાલતમાં સર્જેલા અકસ્માતમાં કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ આરટીઓ દ્વારા નશાની હાલતમાં કાર હંકારીને અકસ્માત સર્જનાર આરોપી રિપલ પંચાલનું ડ્રાઈવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા રિપલ પંચાલે દારૂનો નશો કરીને બેફામ રીતે કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, તાજેતરમાં અમદાવાદના આંબલી બોપલ રોડ નબીરાએ સર્જ્યો અકસ્માત હતો. ઓડી કાર ચાલકે 4થી 5 વાહનોને લીધા અડફેટે. નબીરાઓ અનેક બાઈકોને કચડ્યા હતા. નશામાં ધૂત અને સિગારેટ પીને ચલાવી રહ્યો હતો કાર. આટલું કર્યા બાદ પણ નબીરાના તેવર ઓછા થયા ન હતા. તેણે ગાડીમાં જ બેસીને લોકોની સામે સિગારેટના દમ માર્યા હતા. સ્થાનિક લોકોએ કહ્યું કે, તે ફુલ પીધેલો હતો.’ અકસ્માતને પગલે ભારે પગલે અફરાતફરી મચી હતી. જોકે ત્યાર બાદ સ્થાનિકોએ આ યુવકને પકડીને મેથીપાક પણ ચખાડ્યો હતો. અકસ્માત સર્જનાર યુવક રીપલ પંચાલની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી અને ગુનો પણ નોંધ્યો હતો.જોકે, આ અકસ્માતના 24 કલાકમાં જ આરોપીને જામીન મળી ગયા હતા.

અમદાવાદના બોપલ આંબલી રોડ પર 25મી નવેમ્બરના સવારે ઓડીના કારચાલક રીપલ પંચાલે નશાની હાલતમાં 5થી 7 વાહનોને અડકેટે લીધા હતા. ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી હતી. ત્યારે 26મી નવેમ્બરના રોજ રીપલને કોર્ટમાં રજૂ કરતાં 15 હજાર રૂપિયાના શરતી જામીન આપવામાં આવ્યા હતા અને એક દિવસ પોલીસની કસ્ટડીમાં રાખ્યા બાદ તેને કોર્ટમા રજૂ કરવામાં આવ્યો હતો. જો કે કોર્ટે પણ તેને જામીન આપી દીધા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...