Tuesday, September 22, 2026

અમદાવાદના આ વિસ્તારમાં જુગારધામ પર રેડ, લોકો વાહન ગીરવે મૂકીને પણ જુગાર રમતા હતા

spot_img
Share

અમદાવાદ : શહેરમાં PCB એક્શનમાં આવી છે. PCB એ દરિયાપુરમાં ચાલી રહેલા જુગારધામ પર રેડ કરી હતી. આ રેડ દરમિયાન 10 જુગારીઓને ધરપકડ કરીને 16.58 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓ ભાડાના મકાનમાં જુગાર રમાડતા હતા.જુગાર રમવા માટે પૈસા લઈને સામે કોઇન આપતા હતા. જુગારી પાસે પૈસા ન હોય તો સાથે લાવેલું વાહન ગીરવી મૂકવામાં આવતું હતું. મકાન ભાડે આપનાર એક આરોપી ફરાર છે, જેની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, દરિયાપુરના ચારવાડમાં ચાલતા જુગારધામ પર PCBએ રેડ પાડી હતી.યુસુફ શેખ અને ઝુબેર પટેલના ચારવાડમાં અબ્દુલ રઝાકના રોઝા સામે આવેલા મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર રેડ કરી હતી. મકાનમાંથી 10 જુગારીઓ ઝડપાયા હતા, જેમાં જુગારધામ ચલાવનાર યુસુફ અને ઝુબેર પણ ઝડપાયા હતા. જુગારીઓની ધરપકડ કરીને 97 હજાર રૂપિયા રોકડા,11 મોબાઈલ ફોન, 6 વાહન, કોઇન, પત્તાની કેટ, પ્લાસ્ટિકની છાબડીઓ સહિત 16,58,550 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

​​​​​​​આરોપીઓ સાહીદખાન પઠાણનું મકાન માસિક 3 હજાર રૂપિયામાં ભાડે રાખીને જુગારધામ ચલાવતા હતા. આરોપીઓ ગ્રુપના માણસોને બોલાવીને નાણાંની હાર-જીતનો જુગાર જુદા-જુદા પ્લાસ્ટિકના કોઇન અને પૈસા પાનાથી રમાડતા હતા. જે ગ્રાહકો રમવા આવે તેમની પાસેથી રોકડ રકમ લઈને કોઇન જુગાર રમવા આપતા હતા. જે ગ્રાહકો પાસે રૂપિયા ના હોય તો તેઓ જે વાહન લઈને આવે તે ગીરવે મૂકીને જુગાર રમતા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...