Tuesday, May 5, 2026

સાવધાન ! મોબાઈલમાં લગ્નની ડિજિટલ કંકોત્રી ખોલતા પહેલા ચેતજો! આ રીતે ખાલી થઈ શકે છે બેંક એકાઉન્ટ

spot_img
Share

અમદાવાદ: તાજેતરમાં વીડિયો કોલ કૌભાંડ બાદ એક નવો સાયબર ક્રાઇમ પ્રકાશમાં આવ્યો છે. જેમાં વોટ્સએપ પર લોકોને નકલી લગ્નની કંકોત્રી મોકલવામાં આવે છે. જેને ક્લિક કરો તો તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. આવા બે બનાવ ગુજરાતના સાયબર ક્રાઇમના ધ્યાને પણ આવ્યા છે. જોકે, આ બંને કિસ્સામાં નાગરિકોની સભાનતાને કારણે કોઈ આર્થિક નુકસાન થયું નથી.

આજથી ધનારક શરૂ થઈ જશે પરંતુ આગામી સમય માટેની કંકોત્રીઓ આવવાની તો ચાલુ જ રહેશે.લોકો ડિજિટલ કંકોત્રી વોટ્સએપમાં મોકલીને આમંત્રણ પાઠવવાનો ક્રેઝ વધ્યો છે. આ ચલણને કારણે સાયબર ગઠિયાઓએ પણ નવી મોડેસ ઓપરેન્ડી બનાવી દીધી છે. વોટ્સએપથી ડિજિટલ કંકોત્રી મોકલીને તેમાં પહેલા પાનમાં આમંત્રણ હોય છે તે પેજ પર ક્લિક કરવામાં આવે કે ફોનમાં વાયરસ ઇન્સ્ટોલ થઈ જતો હોય છે. બાદમાં કોઈ અલગ જ નંબર પરથી કોલ આવવા લાગે છે અને તમારું બેંક બેલેન્સ ખાલી થઈ જાય છે.

વધુમાં જણાવીએ તો, તમને એક અજાણ્યા નંબર પરથી લગ્નની કંકોત્રીની પીડીએફ ફાઇલ મોકલવામાં આવે છે. જ્યારે તમે આ PDF ડાઉનલોડ કરો છો ત્યારે તમને જાણ્યા વિના તમારા ફોનમાં એક APK ફાઇલ પણ ડાઉનલોડ થઈ જાય છે, જે તમારા ફોનમાં માલવેર ઇન્સ્ટોલ કરે છે.એકવાર આ માલવેર તમારા ફોનમાં ઇન્સ્ટોલ થઈ જાય પછી, હેકર્સને તમારા ફોનમાં હાજર બેંકિંગ એપ્સ, OTP અને એકાઉન્ટની વિગતોનું એક્સેસ મળે છે. આ પછી હેકર્સ તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લે છે.

આ અંગે સ્ટેટ સાયબર ક્રાઇમ જણાવ્યા મુજબ લગ્નની ડિજિટલ કંકોત્રી મોકલીને ફોન હેક કર્યા હોવાના કેટલાક કિસ્સા અમારે ધ્યાને આવ્યા છે. હાલ બહુ જ ઓછી રજૂઆત સ્ટેટ સાયબર ક્રાઇમને મળી છે. અમારી સાયબર એક્સપર્ટની ટીમ હાલ આ વિષય પર કામ કરી રહી છે. ખૂબ જ ટૂંકા ગાળામાં આ બાબતે પણ નિરાકરણ લાવી દેવાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...