Tuesday, September 22, 2026

અમદાવાદમાં આ વિસ્તારમાંથી ઝડપાયું MD ડ્રગ્સ, લાખોના મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત

spot_img
Share

અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અવારનવાર ડ્રગ્સ પકડાવાના સમાચાર આવતા રહે છે. સાથે સાથે ડ્રગ્સના અવૈધ કારોબાર સામે પોલીસની કડક કાર્યવાહી સતત ચાલતી રહેતી હોય છે. તેવામાં અમદાવાદમાંથી ગુજરાત ATS દ્વારા 27 લાખના ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત ATS એ અમદાવાદના લાલ દરવાજા પાસેથી ફરજાન શેખ નામના ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો છે. ATS ને આ અંગેની બાતમી મળી હતી. જે બાદ વોચ રાખીને આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, ફરજાન શેખ પાસેથી આશરે 55 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ ડ્રગ્સની બજાર કિંમત 27 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે.

ગુજરાત ATS દ્વારા આ આરોપીને ઝડપી પાડી વધુ સખત તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી આ ડ્રગ્સ કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.છેલ્લા ત્રણ વર્ષથી ડ્રગ્સનો ધંધો બેરોકટોક ચલાવી રહ્યો છે. ફરહાનની ધરપકડ બાદ ડ્રગ્સના મોટા માથાની સંડોવણી ખુલે તેવી શક્યતાઓ છે.

ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ અનેક વખત પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે, પરંતુ ડ્રગ્સ માફિયા પોતાનું નેટવર્ક અમદાવાદ સહિત ગુજરાતમાં એવી રીતે ઘૂસાડી દીધુ છે કે જેનો હિસ્સો ઘણા લોકો પણ બની ગયા છે. યુવકો અને યુવતીઓ ડ્રગ્સના નશામાં એવી રીતે ડુબી ગયા છે કે, હવે ડ્રગ્સ માફીયાઓને ફાવતુ મળી ગયુ છે. ડ્રગ્સ માફીયાને તો પોલીસ રોકી રહી છે, પરંતુ નશો કરનારને પકડવા માટે પણ પોલીસે એક અભિયાન શરૂ કર્યુ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...