Thursday, March 5, 2026

અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો, સગીર પુત્રીએ પ્રેમી સાથે મળી ઘરમાં જ લાખના મુદ્દામાલની કરી ચોરી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના બોપલ વિસ્તારમાં એક સગીર વયની પ્રેમિકાએ પોતાના મિત્ર સાથે પોતાના ઘરે ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈને સાવકા પિતાએ પોલીસને જાણ કરતા બોપલ પોલીસે આ મામલે ગુનો નોંધી સગીરા સામે કાર્યવાહી કરીને તેના પ્રેમીને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના બોપલ વિસ્તારમાં આવેલ ક્લબ ઓ સેવન પાસે રહેતા 43 વર્ષીય આધેડ ડી.જે. ચલાવવાની ફર્મ ધરાવે છે. આધેડે પોતાની કિંમતી વસ્તુઓ, રોકડા અને દાગીના મુકવા માટે રૂમના કબાટમાં એક લોકર રાખ્યું હતું. ગત સપ્ટેમ્બર માસમાં આધેડને એક્ટિવાના કાગળો લોકરમાં મૂકવાના હોવાથી તેમણે કબાટ ખોલ્યું ત્યારે લોકર ગાયબ હતું. આધેડે ઘરમાં તપાસ કરતા લોકર મળી આવ્યું નહોતું. લોકરમાં પાસપોર્ટ, જરૂરી ડોક્યુમેન્ટ, બંદૂકનું લાયસન્સ, બાર બોર બંદૂકના 22 જીવતા કારતુસ અને સોનાના દાગીના સહિત 1.57 લાખની મતા હતી.

લોકરની ચોરી થઈ હોવાની શંકા દાખવીને તેમણે સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે સાવકી સગીર પુત્રી અને તેનો પ્રેમી ઋતુરાજ ચાવડા ચોરી કરીને જતા દેખાયા હતા. બંને પ્રેમી પંખીડા પુંઠાના બોક્સમાં લોકર મૂકીને ચોરી કરીને એક્ટિવા પર ભાગતા હતા. જેથી આધેડે સાવકી સગીર પુત્રીની પૂછપરછ કરતા તેણે આ મામલે કોઈ જવાબ આપ્યો નહોતો. જેથી આખરે આધેડને પોલીસનો સહારો લેવાની ફરજ પડી હતી. આધેડે આ મામલે બોપલ પોલીસને જાણ કરતા પોલીસે સગીરા અને તેના પ્રેમી ઋતુરાજ ચાવડા સામે ગુનો નોંધ્યો હતો.પોલીસે આરોપી ઋતુરાજ ચાવડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં સગીરાએ પ્રેમી સાથે મળીને તમામ રોકડ વાપરી નાખીને લોકર વાસણા બેરેજમાં ફેંકી દીધું હતું. આરોપી ઋતુરાજ મૂળ માણસાનો છે અને સેલ્સમેનની નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે.સગીરા અને તેનો મિત્ર ઋતુરાજ ચાવડાને બે વર્ષ પહેલાં રિવરફ્રન્ટ પર નવરાત્રી દરમિયાન સંપર્કમાં આવ્યા હતા. સગીરા ધોરણ-12માં અભ્યાસ કરે છે, બંને વચ્ચે નીકટતા વધતી ગઈ અને ગાઢ મિત્રતા બંધાઈ. સમય જતા બંને એકસાથે અવારનવાર ફરવા પણ જતા પરંતુ બંનેને હરવા ફરવા માટે પૈસાની વધારે જરૂરિયાત હોવાના કારણે બંને મળીને સગીરાના ઘરે જ ચોરીનો પ્લાન બનાવ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સગીરા પોતાની સાવકી માતા સાથે રહેતી હતી. સાવકી માતાએ જ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તપાસમાં એ પણ સામે આવી છે કે આરોપી સગીરા અને તેના મિત્રે લોકર ચોરી કર્યાં બાદ મુદ્દામાલ કાઢીને લોકર વાસણા બેરેજમાં ફેંકી દીધું હતું. બોપલ પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ અગાઉ સગીરા અને તેના મિત્રએ ચોરી કરી હતી કે કેમ કે તે અંગે તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...