Tuesday, September 22, 2026

અમદાવાદમાં સૌથી વધુ ચર્ચાસ્પદ એવા હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે 7 અધિકારીઓ સામે અંતે કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ : શહેરમાં બહુચર્ચિત અને સૌથી વધુ ચર્ચાસ્પદ એવા હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના 7 એન્જીનિયર અધિકારીઓને શો કોઝ નોટિસ પાઠવતા કોર્પોરેશનમાં ખળભળાટ મચી ગયો છે. વિજીલન્સ તપાસમાં અધિકારીઓની બેદરકારી સામે આવતા શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

પ્રજાના કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલાં હાટકેશ્વર બ્રિજમાં માત્ર 5 જ વર્ષમાં પુલ ખરાબ થવા લાગ્યો હતો. ગાબડા પડતા, વાહનચાલકોને જીવનું જોખમ હતું તેથી તેના સમારકામ અંગે પણ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. તપાસનીસ અધિકારીઓને કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રા. પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બ્રિજ બનાવવાની કામગીરીમાં શંકા ઊભી થઈ હતી. બાદમાં ગુણવત્તાયુક્ત બ્રિજ બનાવવામાં આવ્યો ન હોવાનું સાબિત થતા પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.

બ્રિજના નિર્માણકાર્યમાં ટેસ્ટ રિપોર્ટ પણ સંતોષકારક ન હોવાનું જણાતા તપાસ આગળ વધારાઈ હતી. લેબોરેટરી રિપોર્ટમાં પણ કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ન કરાતા આખરે તપાસના અંતે સાત અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. હાટકેશ્વર બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટર તેમજ PMC એજન્સી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ પીએમસી એજન્સીને બ્લેકલિસ્ટ કરી તેના ખર્ચના જોખમે નવો બ્રિજ બનાવવાનો નિર્ણય પણ લેવાયો હતો. જોકે, આ નિર્ણયનું હજુ અમલીકરણ કરાયું નથી.

કયા-કયા અધિકારી સામે કયા પ્રકારનાં શિક્ષાત્મક પગલા

મનોજકુમાર સોલંકી તત્કાલીન એ.સી.ઇ નોકરીમાંથી ડિસમિસ કેમ ના કરવા
આશિષભાઇ પટેલ આસી.સિટી.ઇજનેર નોકરીમાથી ડિસમિસ કેમ ના કરવા
અતુલકુમાર પટેલ આસી.ઇજનેર(નિવૃત્ત) પેન્શનમાંથી 11 હજાર દર મહિને કાપવા
પરેશભાઇ શાહ ડે.સી.ઇ(સ્વૈ.નિવૃત્તિ) પેન્શનમાંથી 6300 દર મહિને કાપવા
પરેશભાઇ.એ.પટેલ ડે.સી.ઇ(નિવૃત્ત) પેન્શનમાંથી 6500 દર મહિને કાપવા
હિતેષભાઇ એડિ.ઇજનેર(નિવૃત્ત)15 લાખ રૂપિયા પેનલ્ટી તરીકે વસુલવી
પરેશભાઇ.ડી.પટેલ ડે.સી.ઇ(નિવૃત્ત) પેન્શનમાંથી દર મહિને 8100 કાપવા

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...