Tuesday, September 22, 2026

મેમનગરમાં ભયંકર અકસ્માત, બેફામ કારચાલકે અનેક વાહનોને લીધા અડફેટે, 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં વધતી જતી હિટ એન્ડ રનની ઘટનાઓ હવે એક ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં આવી ઘટનાઓ વધુને વધુ પ્રકાશમાં આવતી હોય છે. શહેરમાં આવા વધતા જતા અકસ્માતના બનાવો ક્યારે અટકશે તે એક ગંભીર પ્રશ્ન બની ગયો છે. ત્યારે વધુમાં ફરી એક વાર શહેર મેમનગરમાં હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના મેમનગર વિસ્તારમાં એક હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. અકસ્માતમાં કાર ચાલકે 5 થી 6 વાહનોને અડફેટે લીધા. આરોપી નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે. હિટ એન્ડ રનમાં 5થી 6 લોકોને પણ અડફેટે લઈ ઈજાગ્રસ્ત કર્યા. એક વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થયાનો દાવો છે. વધુ બે લોકોની હાલત પણ ગંભીર હોવાનો દાવો છે. આરોપીની કારમાં દારૂની બોટલ હોવાનો પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે.

આજે સોમવારના દિવસો સવારે લોકો નોકરી-ધંધા માટે જઈ રહ્યા હતા, ત્યારે મેમનગર વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવી રહેલી બેકાબૂ અર્ટીગા કારના ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા. GJ 01 WA 5408 નંબરની અર્ટીગા કારના ચાલકે લોકોને ઉલાળ્યા હતા. કાર ચાલકે એક પછી એક 5 થી 6 વાહનોને અડફેટે લીધા હતા. જ્યારે 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં 108 મારફતે તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

બીજી બાજુ, કાર ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હોવાનો સ્થાનિકોનો આરોપ છે. જ્યારે ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર ચાલકને ઝડપી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, રફતારના કહેરના કારણે અનેક ગંભીર અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે. ખાસ કરીને, નશાની હાલતમાં ગંભીર અકસ્માત સર્જનાર ચાલકોના લીધે નિર્દોષ રાહદારીઓને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે, ત્યારે અવારનવાર સામે આવતી આવી ઘટનાઓના પગલે રસ્તે જતાં રાહદારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળતો હોય છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...