Thursday, April 30, 2026

વસ્ત્રાપુર અકસ્માતના CCTV આવ્યા સામે, મર્સિડિઝ કાર ચાલકે મહિલાને 15 ફૂટ સુધી ઢસડી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધુ એકવાર નબીરાઓ બેફામ બન્યા છે. જજીસ બંગલો ચાર રસ્તા પાસે મર્સિડિઝ કારે 62 વર્ષીય મહિલાને અડફેટે લીધી હતી. મહિલાને 15 ફૂટ સુધી ઢસડી અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાના વાયરલ CCTVના આધારે પોલીસે નબીરાઓની શોધખોળ આદરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ, શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ જજીસ બંગલો ચાર રસ્તા પાસે બેફામ ઝડપે આવેલ મર્સિડીઝ કારે કશ્મીરા ઠાકર નામની મહિલાને અડફેટે લીધી હતી. રસ્તે ઓળંગતી મહિલાને કાર ચાલકે 15 ફૂટ સુધી ઢસડી હતી. ખૂબ જ ખરાબ રીતે કાર ચલાવતા નબીરાઓએ અકસ્માત સર્જી પકડાવવાના ડરે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. મહિલા ઈજાગ્રસ્ત થતાં નજીકના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમજ મહિલાને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. જેમાં નબીરાએ સર્જેલ અકસ્માતનાં હચમચાવી દેતા CCTV વાયરલ થયા છે. કશ્મીરા ઠાકર નામની મહિલાને મર્સિડીઝ કારે અડફેટે લીધા હતા, મહિલાને સોલા સિવિલ બાદમાં SGVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફૂટેજને આધારે પોલીસે નબીરાની શોધખોળ કરવા કવાયત આદરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...