Monday, September 21, 2026

અમદાવાદમાં હોળીને લઈને AMC તંત્રનો મોટો નિર્ણય, સોસાયટીની બહાર હોલિકા દહન કરતા લોકો ખાસ વાંચે

spot_img
Share

અમદાવાદ : દર વર્ષે અમદાવાદમાં અલગ-અલગ સોસાયટીઓ દ્વારા સોસાયટીની બહાર આવેલા રોડ પર હોળીકા દહન કરાતુ હોય છે. રોડ પર હોળીકા દહન કરવાને કારણે રોડને ખાસ્સુ નુકસાન પહોંચતું હોય છે…આ નુકસાન અટકાવવા માટે આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મોટો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કમિશ્નરે રસ્તાઓને નુકસાન થતું અટકાવવા રસ્તા પર હોલિકા દહનને લઈ મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ, દરેક વોર્ડ અને ઝોન દ્વારા સોસાયટીને ઈંટો અને રેતી પૂરી પાડવામાં આવશે. આ નિર્ણય રસ્તા પર ઇંટો અને રેતી નાખવાથી થતા નુકસાનને રોકવાના હેતુથી લેવામાં આવ્યો છે. કોર્પોરેશન દરેક સોસાયટીને મફતમાં ઈંટો અને રેતી પૂરી પાડશે. સોસાયટી દ્વારા કરવામાં આવેલી માગ મુજબ તેમને ઈંટો અને રેતી પૂરી પાડવામાં આવશે.જેના માટે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ સ્થાનિક વોર્ડ ઓફિસનો સંપર્ક કરવો પડશે.

હોલિકા દહન પહેલા, લાકડા અને ગાયના છાણમાંથી બનેલી હોળીની પૂજા કરવામાં આવે છે. હોલિકા અને પ્રહલાદની મૂર્તિઓ ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે. પૂજા કરતા પહેલા સ્નાન કરો, પછી જ્યાં હોલિકાની પૂજા કરવામાં આવે છે ત્યાં ઉત્તર અથવા પૂર્વ તરફ મુખ કરીને બેસો. ત્યારબાદ હોલિકાને રોલી, ફૂલ, કાચો કપાસ, ગોળ, આખી હળદર, મૂંગ, પતાશા, ગુલાલ, નારિયેળ, પાંચ કે સાત પ્રકારના અનાજ અને જળ અર્પણ કરો. વિધિ પ્રમાણે પૂજા કર્યા પછી મીઠાઈ અને ફળ પણ ચઢાવો. આ પછી હોળીકાની સાત વાર પરિક્રમા કરો અને પછી હોલીકાનું દહન કરો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...