Monday, September 21, 2026

અમદાવાદ સિવિલ કેમ્પસમાં 588 કરોડના ખર્ચે બની રહી છે 2000 બેડની નવી હોસ્પિટલ, દર્દીઓને મળશે આ સુવિધાઓ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં માત્ર ગુજરાત જ નહીં અન્ય રાજ્યોના દર્દીઓ પણ સારવાર માટે આવતા હોય છે. દરરોજ આ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં અલગ-અલગ સારવાર માટે લોકો પહોંચતા હોય છે. તેવામાં રાજ્ય સરકાર પણ આ હોસ્પિટલને આધુનિક બનાવી રહી છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં નવી હોસ્પિટલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ માહિતી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં આવી છે.

વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ દ્વારા અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસ ખાતે ચેપી રોગની હોસ્પિટલના નવા બાંધકામ સંદર્ભે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે જુના ઈન-ડોર બ્લોક વોર્ડ, બ્લોક A થી D , અને ઓલ્ડ ટ્રોમા સેંટરના જુના મકાનો તોડી તેના સ્થાને નવીન ઓપીડી, 900 પથારીની નવીન જનરલ હોસ્પિટલ, 500 બેડની ઈન્ફેશ્યસ ડીસીઝ (ચેપીરોગના) દર્દીઓ માટે હોસ્પિટલ બાંધવાનું આયોજન હાથ ધરાયું છે.

આ કામગીરી માટે અંદાજીત કુલ રૂ. 588 કરોડની વહીવટી મંજૂરી અપાઇ છે. જેમાં અત્યાર સુધીમાં છેલ્લા ચાર વર્ષમાં તબક્કાવાર કુલ રૂ. 236.50 કરોડની બજેટ જોગવાઇ કરાઇ છે. નવી બનનાર 500 બેડની ચેપી રોગની હોસ્પિટલ તથા 900 બેડની જનરલ હોસ્પિટલમાં 300 બેડ આઇ.સી.યુ. અને સ્પેશિયલ રૂમ, વી.આઇ.પી. રૂમ મળી કુલ 2018 બેડ હોસ્પિટલ ઉપલબ્ધ થશે.

દસ માળની આ નિર્માણાધીન હોસ્પિટલમાં 555 ફોર વ્હીલર્સ અને 1000 ટુ વ્હીલર્સની ક્ષમતા ધરાવતું પાર્કીંગ, ચેપી રોગની અલાયદી ઓપીડી, ઓપરેશન થીયેટર તથા 115 બેડ જેમાં 15 બેડ ટી.બી આઈસીયુ બેડ, 300 આઈસીયુ બેડ પૈકી ચેપી રોગના 32 આઈસીયુ, 60 આઇસોલેશન રૂમની સુવિધા ઉપલબ્ધ બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ મેડિસીટીના માસ્ટર પ્લાન તથા બજેટમાં મંજૂર થયેલ કામો પૈકી અત્યારસુધીમાં કુલ રૂ. 2590 કરોડના 35 કામો પૂર્ણ થયા છે તેમજ રૂ.131 કરોડના 3 કામો પ્રગતિ હેઠળ છે અને રૂ. 739 કરોડના કામો શરૂ થનાર છે. આમ સિવિલ મેડિસીટી ડેવલપમનેન્ટમાં અત્યાર સુધીમાં કુલ રૂ. 3460 કરોડના ખર્ચે અત્યાધુનિક સેવા-સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

શું સુવિધાઓ ઉપલબ્ઘ થશે નવીન હોસ્પિટલમાં
• 555 ફોર વ્હીલર્સ અને 1000 ટુ વ્હીલર્સની ક્ષમતા ધરાવતું પાર્કીંગ
• ચેપી રોગની અલાયદી O.P.D.
• ઓપરેશન થીયેટર તથા 115 બેડ જેમાં 15 બેડ ટી.બી I.C.U બેડ
• 300 I.C.U બેડ પૈકી ચેપી રોગના ૩૨ I.C.U
• 60 આઇસોલેશન રૂમ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...