31 C
Gujarat
Wednesday, March 12, 2025

ગુજરાતી પત્રકાર બિનીત મોદીનું પુસ્તક ‘રાજ્યસભામાં ગુજરાત અને ગુજરાતીઓ‘ પ્રગટ થયું

Share

(માનવ જાેષી દ્વારા) અમદાવાદ : રાજનીતિ અને તેની સારી નરસી ચાલ એ કોઈપણ દેશના સંચાલનમાં મહત્વપૂર્ણ ભાગ ભજવતી હોય છે ત્યારે તેનું બારીકાઇથી અવલોકન કરનાર પત્રકાર જાે આ વિષયને પોતાના પુસ્તકનું વિષયવસ્તુ બનાવે તો એ અચૂક જાણવા અને માણવા લાયક માહિતી હોઈ શકે..

ગુજરાતી પત્રકાર શ્રી બિનીત મોદીએ ‘રાજ્યસભામાં ગુજરાત અને ગુજરાતીઓ‘ નામથી ખૂબ જ રસપ્રદ પુસ્તક સાર્થક પ્રકાશનના માધ્યમથી પ્રકાશિત કર્યું છે. આઝાદી પછી મુંબઈ, સૌરાષ્ટ્ર, કચ્છ માંથી તથા આ સિવાય સમગ્ર ગુજરાતમાંથી ચૂંટાયેલ આશરે ૧૦૦ જેટલા સભ્યોની માહિતી અત્યંત સચોટ અને પ્રમાણિક કલમથી આ પુસ્તકમાં વર્ણવામાં આવી છે. આઝાદી મળ્યા બાદ ૧૯૬૦ થી ૧૯૨૪ સુધી રાજ્યસભામાં કાર્ય કરનાર સભ્યોની કાર્યદક્ષતા અને તેમની વિવિધ શૈલીને રસરંજન સાથે અભિવ્યક્ત કરવામાં આવી છે.

પુસ્તકની આ વિશેષતાને માન આપી સુપ્રસિદ્ધ લેખક શ્રી ચંદુ મહેરિયાએ પ્રસ્તાવનામાં પોતાની માર્મિક શૈલીમાં પુસ્તકનો ટૂંકો પરિચય આપ્યો છે. આટલા લાંબા સમયગાળા દરમિયાન બનેલી નાની મોટી ઘટનાઓને દસ્તાવેજ સાથે રજૂ કરવા અને એ પણ આટલા મોટી માત્રામાં ચૂંટાએલ સભ્યોની આટલી ઝીણી કાર્યશૈલીને ઉજાગર કરવી કોઈ નાની સૂની સફળતા નથી.

રાજનીતિમાં રસ ધરાવનાર કોઈપણ અબાલ-વૃદ્ધ માટે આ પુસ્તક તેમના પુસ્તક સંગ્રહનું એક સોહામણું પીંછું બનીને રહેશે એમ કહેવું યથાયોગ્ય છે.. આ સિવાય પણ જાે કોઈ રસિકને વિશેષ માહિતી કે પુસ્તક માટે પોતાનો અભિપ્રાય રજૂ કરવો હોય તો લેખક શ્રી કાર્તિક શાહને તેમના મોબાઈલ નંબર (Kartik Shah) +91 98252 90796 પર સંપર્ક કરી શકે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles