Thursday, April 30, 2026

અમદાવાદમાં ગરમીને લઈને AMC સ્કૂલના સમયમાં ફરી ફેરફાર કરવા માગ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત ગુજરાતભરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હીટવેવની આગાહી કરી છે. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે.જોકે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષક યુનિયન દ્વારા હજુ પણ સમયમાં ફેરફાર કરી વિદ્યાર્થીઓને રાહત મળે તેવી માગ કરવામાં આવી છે. બપોર પાળીની સ્કૂલ સવારના સમય ચલાવવા માગ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા હીટ એક્શન પ્લાનને લઇ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે શાળાના સમયમાં ફેરફાર કર્યો છે. સ્કૂલ બોર્ડ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં ઉનાળુ વેકેશન સુધી શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી 5 મેથી ઉનાળુ વેકેશન શરૂ થવાનું છે ત્યારે સવાર પાળીનો સમય 7થી 12 અને બપોર પાળીનો સમય 12થી 5નો કરાયો છે.

AMC સ્કૂલ બોર્ડના શિક્ષક યુનિયનના પ્રમુખ મનોજ પટેલએ જણાવ્યું કે, હજુ પણ શાળાના સમયમાં ફેરફાર કરવા શિક્ષક યુનિયનની માગ છે. સવાર પાળીનો સમય 6.30થી 11.30 કરવા તેમજ ધોરણ 1થી 5ના વિદ્યાર્થી કે જેઓ બપોર પાળીમાં અભ્યાસ કરે છે. તેઓનો સમય સવારનો કરવા માગ છે તેમજ સ્કૂલ બોર્ડમાં 12 જેટલી પતરાવાળી સ્કૂલોમાં બાળકો અભ્યાસ કરે છે. જેમને હિટવેવની અસર વધુ થઈ શકે જેથી આ વિદ્યાર્થીઓને સવારે બોલાવવા માગ છે.

શિક્ષક યુનિયનનું માનવું છે કે, બપોર પાળીમાં અભ્યાસ કરતા નાના બાળકોને ગરમીથી વધુ અસર થઈ શકે છે. તેથી, તેમને સવારે બોલાવવાથી તેઓ હીટવેવથી બચી શકશે. સ્કૂલ બોર્ડને આ અંગે રજૂઆત કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની અપીલ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...