Thursday, April 30, 2026

વસ્ત્રાપુરમાં ગટરમાં સફાઇ કામદારના ગેસ ગળતરથી મોતનો મામલો, કોન્ટ્રાકટર સહિત ત્રણ સામે ફરિયાદ

spot_img
Share

અમદાવાદ: અમદાવાદમાં ગટરની અંદર ઉતાર્યા બાદ સફાઇ કામદારનું મૃત્યુ થવાની ઘટના બની હતી. જેમાં બોડકદેવ સુભાષપાર્ક વિસ્તારમાં ગટરની સફાઈ કરવા દરમિયાન ગટરમાં ઉતરેલા કામદારનું મોત થયું હતું અને હવે મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાકટર સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદમાં સફાઈ કામદારનું મોત નિપજવાની ઘટના મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટર સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધાયો છે. 11મી માર્ચનાં રોજ બોડકદેવ સુભાષપાર્ક જીનમંગલ બંગ્લોની સામે નયનદીપ એપાર્ટમેન્ટની બાજુમાં રોડ પર ગટરની કામગિરી કરી રહ્યા હતા, આ દરમિયાન સફાઇકર્મીને દોરડુ પકડાવી ગટરની અંદર ઉતારવામાં આવ્યા બાદ હાથમાંથી દોરડુ છટકી જતાં ગટરમાં પડી ગયા હતા અને ગેસની ગુગળામણથી તેનું મોત થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

જો કે આ મામલે મૃતકનાં પત્ની દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાવવામાં આવી છે. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કોન્ટ્રાકટર પ્રવિણભાઈ અરજણભાઈ ચૌહાણ, મહેશભાઈ અરજણભાઈ ચૌહાણ તેમજ અશ્વિનભાઇ નાનાભાઇ પ્રજાપતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે આરોપીઓએ પોલીસ ફરીયાદ નહિ કરવાનું અને પાછળથી સમજી લેવાની વાત કરી હતી.

દેશભરમાં ડિજિટલ ક્રાંતિની વાતો કરવામાં આવે છે. ટેક્નોલોજીમાં હરણફાળ ભરવાની વાત કરવામાં આવે છે પરંતુ, ગુજરાતમાં હજુ સુધી ગટર સાફ કરવાને લઈને કોઈ જ ટેક્નોલોજી વિકસિત કરવામાં નથી આવી. યોગ્ય મશીનરી અને ટેક્નોલોજીના અભાવે અવાર-નવાર ગટર સાફ કરવા માટે શ્રમિકોએ ગટરની અંદર ઉતરવું પડે છે. જે દરમિયાન ગેસ ગળતરના કારણે શ્રમિકો મોતને ભેટે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...