Monday, September 21, 2026

ગુજરાતીઓ આનંદો ! ST નિગમની ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના, આટલા રૂપિયામાં સમગ્ર રાજ્યમાં કરો મુસાફરી

spot_img
Share

અમદાવાદ : ગુજરાત ST નિગમે ‘મન ફાવે ત્યાં ફરો’ નામની યોજના આગામી ઉનાળુ વેકેશનને જોતા શરૂ કરી છે. આ યોજના અંતર્ગત કોઈપણ વ્યક્તિ માત્ર 450થી લઈ 1450 રૂપિયા સુધીમાં 4 દિવસથી લઈ 7 દિવસ સુધી સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકે છે. તેમજ સલામત સવારીની સાથોસાથ વિશેષ સુવિધા મેળવી શકે છે.

ગુજરાત ST નિગમ દ્વારા શરૂ કરાયેલી આ યોજના અંતર્ગત 1450માં સાત દિવસ માટે સમગ્ર ગુજરાત ભરમાં મન ફાવે ત્યાં ગુર્જર નગરીથી લઈ સુપર એક્સપ્રેસ બસોમાં મુસાફરી કરી શકાશે તેમજ 850 રૂપિયામાં ચાર દિવસ સુધી ગુજરાત ભરમાં પ્રવાસ થઈ શકશે. સાથોસાથ પરિવાર સાથે જવાનું હોય તો રૂપિયા 450 સુધીની અડધી ટિકિટ લઈને પણ પ્રવાસ થઈ શકશે. જેમાં લોકલ, એક્સપ્રેસ, ગુર્જનગરી, લકઝરી, સ્લીપર કોચ, એ.સી. કોચ, વોલ્વો સહિતના સર્વિસના પ્રકાર રાખવામાં આવ્યા છે. આમ સર્વિસના પ્રકાર મુજબ મુસાફરો પાસેથી ભાડાની રકમ લેવામાં આવશે. આ યોજનાથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને ખુબ ફાયદો થશે

તમને જણાવી દઈએ કે મુસાફરો અંબાજીથી ઉમરગામ તેમજ કચ્છથી કાઠીયાવાડ સુધી ST બસમાં ફરી શક્શે. આ યોજના ગુજરાતના તમામ ST ડેપો સહિત ST નિગમની તમામ ગુર્જર નગરી અને અન્ય એક્સપ્રેસ બસોમાં લાગુ પડશે.STની નોન AC સ્લીપર કોચમાં પણ આ યોજના અમલી ગણાશે. આ યોજનાથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને પણ ખૂબ મોટો ફાયદો થશે. તેમજ લોકોને સસ્તી મુસાફરી કરવાનો લાભ પણ મળશે. ગુજરાતની જનતા મન ફાવે ત્યાં ફરો યોજનાને કેવો પ્રતિસાદ આપે છે તે મહત્વનું બની રહેશે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...