Monday, September 21, 2026

વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2.0નો શુભારંભ : 1000થી વધુ સ્ટાર્ટઅપ્સ, 50થી વધારે ઉદ્યોગ નિષ્ણાતો, 42 સ્ટાર્ટઅપ્સ સ્ટોલ્સ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં સ્ટાર્ટઅપ ઇનોવેશન અને યુવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા માટે સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા આયોજિત આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. આ પ્રોગ્રામમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાને આ પ્રસંગે યોજાયેલા સ્ટાર્ટઅપ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, “સ્ટાર્ટઅપ યુવાનો માટે આર્થિક સ્વતંત્રતાનું એક શક્તિશાળી હથિયાર છે. પ્રધાનમંત્રી મોદીએ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવી છે અને યુવા ઉદ્યોગ સાહસિકોના આઈડિયાને માઈન્ડ ટુ માર્કેટ સુધી પહોંચાડવાની આગવી વ્યવસ્થા વિકસાવી છે. ગુજરાત હવે સ્ટાર્ટઅપ હબ બની રહ્યું છે. યુવાઓ સ્ટાર્ટઅપ માટે આગળ આવે અને જો કોઈ સમસ્યા હોય તો સરકાર સુધી સીધા સંદેશા મોકલાવે.”

સ્ટાર્ટઅપ ક્ષેત્રની સફળતા વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે મહિલાઓ પણ આજે વિવિધ સમસ્યાઓનાં અવનવાં સમાધાનો સ્વરૂપે નવા સ્ટાર્ટઅપ લઈને આવી રહી છે. આજે વૈશ્વિકસ્તરે આપણાં સ્ટાર્ટઅપ ઘણી સફળતા મેળવી રહ્યાં છે. સ્પેસ સહિતનાં અવનવાં ક્ષેત્રોમાં આપણા યુવાઓના સ્ટાર્ટઅપ કાઠું કાઢી રહ્યાં છે.

તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાને દેશની યુવાશક્તિના સામર્થ્યને સાથે લઈને વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’ના વિચારબીજને સાકાર કરવામાં ગુજરાતના યુવાનો મહત્ત્વનું યોગદાન આપશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

વેજલપુર મતવિસ્તાર ધારાસભ્ય અમિત ઠાકરે આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દેશની યુવાશક્તિમાં અતૂટ ભરોસો છે. વિકસિત ભારતના નિર્માણના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવાની દિશામાં દેશના યુવાનો અને સ્ટાર્ટઅપ મહત્ત્વનો ભાગ ભજવશે. વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યુવાઓના વિચારબીજને નવી દિશા પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

“ગુજરાતમાં કુલ 11,000 સ્ટાર્ટઅપ છે, જેમાંથી 2,000 માત્ર વેજલપુરના છે. 2014 બાદ સ્ટાર્ટઅપમાં 400%નો વધારો થયો છે. ફેસ્ટિવલમાં 42 સ્ટાર્ટઅપ્સને વિના મૂલ્યે સ્ટોલ આપ્યા છે, જેથી તેઓ નેટવર્કિંગ દ્વારા લોકોને તેમનો વ્યવસાય બતાવી શકે.” એમ અમિત ઠાકરે ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે વેજલપુર મતવિસ્તારમાં યોજાયેલાં વિધાનસભા કક્ષાના સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં 1000થી વધુ સ્ટાર્ટઅપ્સ અને તેની સાથે સંકળાયેલા 4500થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ફેસ્ટિવલમાં પોતાના પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરવા 42 સ્ટાર્ટઅપને વિનામૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા હતા.

આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ દરમિયાન લાઈવ પીચ અને લાઈવ ફંડિંગ સ્ટાર્ટઅપ્સમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 50થી વધારે ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...