Wednesday, March 18, 2026

વહેલી સવારે માણેકચોક બજારમાં બે દુકાનોમાં લાગેલી આગ કાબૂમાં, બંને દુકાનોમાં મોટું નુકસાન

spot_img
Share

અમદાવાદ : શહેરમાં આગની વધુ એક ઘટના સામે આવી છે. ખરીદી માટે જાણીતા માણેકચોક બજારમાં આવેલી એક દુકાનમાં આગ લાગી હતી. વહેલી સવારે લગભગ ચાર વાગ્યા આસપાસ આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને જ્યારે ફાયર બ્રિગેડની ત્રણ જેટલી ગાડીઓ દ્વારા ટીમે મહામહેનતે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સવારે 4:00 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, માણેકચોક વિસ્તારમાં આવેલી દુકાનમાં આગ લાગી છે. જેથી ફાયર બ્રિગેડની ત્રણ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી હતી. માણેકચોક પી એ સાબુવાલાની દુકાનમાં આગ લાગી હતી. જ્યારે આગ બાજુની દુકાનમાં પણ પ્રસરી હતી. જ્યારે બન્ને દુકાનોમાં આગને કારણે અંદાજે 15 લાખનું નુકસાન પહોંચ્યું હોવાનો અંદાજ છે.

આગ લાગતાની સાથે સ્થાનિક ત્યાંના વેપારીઓ પણ ભેગા થઈ ગયા હતા.વહેલી સવારે આગ લાગી હોવાથી કોઈ જાનહાની થઈ નથી.પી એ સાબુવાલા અને અન્ય એક એમ મળી બે દુકાનમાં આગ લાગી હતી. બંને દુકાનોમાં માલ સામાન હતો તેમાં મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...