Monday, September 21, 2026

અમદાવાદમાં હવે બાલવાટિકા નવા રંગરૂપમાં, નવા 22 આકર્ષણ લોકો માણી શકશે, ટૂંક સમયમાં લોકો માટે ખુલ્લુ મૂકાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓ અને બહારથી આવતા લોકો માટે હરવાફરવા માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન હોય તો એ કાંકરિયા તળાવ છે. અહીં આવેલું બાલવાટિકા વર્ષોથી બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. એને હવે મહાનગરપાલિકાએ પીપીપી ધોરણે નવાં રંગરૂપ આપ્યાં છે. ગુજરાત અને ભારતમાં ન હોય એવી રાઈડ અને મ્યુઝિયમનો ઉમેરો કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બાલવાટિકામાં સ્નોપાર્ક, ભૂલભુલૈયા, બટરફ્લાય પાર્ક, મડ બાઇકિંગ, વેક્સ મ્યુઝિયમ, ગ્લાસ ટાવર, ફ્લાઇંગ થિયેટર જેવા 22 આકર્ષણ હશે. વેક્સ મ્યુઝિયમમાં ક્રિકેટરો, ફિલ્મ સ્ટાર તેમજ દેશના મહાનુભાવોની મીણની મૂર્તિઓ જોવા મળશે.મહત્ત્વનું છે કે, 22 કરોડના ખર્ચે પીપીપી ધોરણે બાલવાટિકા તૈયાર કરાઈ છે. વેકેશનમાં બાળકો એમ્યુઝમેન્ટ પાર્કની મજા માણી શકશે. ટૂંક સમયમાં જ ટિકિટના દર પણ નક્કી કરાશે.કાંકરિયા બાલવાટિકા નવા રંગરૂપ સાથે 20 દિવસમાં ખુલ્લુ મુકાશે.

બાલવાટિકાનું નવીનીકરણ કરવામાં આવતાં અલગ જ લુકમાં જોવા મળશે, જેમાં અદ્યતન ડિઝાઇનવાળો એન્ટ્રી ગેટ જોવા મળશે. એન્ટ્રી ટિકિટની સાથે કેટલીક એક્ટિવિટી ફ્રી મળશે, જેમાં કોઈન હાઉસ કી, કાચ ઘર, શૂ હાઉસ, લેન્ડ સ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન અને ગ્લોવ સ્ટેશનમાં કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. બીજી અલગ અલગ એક્ટિવિટી અને રાઇડ્સ માટે નક્કી કરવામાં આવેલા દર મુજબ લોકોએ ચાર્જ ચૂકવવો પડશે, જે ચાર્જ હવે પછી નક્કી કરાશે.

કાંકરિયાની બાલવાટિકામાં હવે વેક્સ મ્યુઝિયમ, ગ્લાસ ટાવર, ઇલ્યુઝન હાઉસ, ફ્લાઈંગ થિયેટર જેવી અલગ અલગ 28 એક્ટિવિટીનો સમાવેશ કરાયો છે. બાલવાટિકાના નવીનીકરણનું કામ હાલ અંતિમ તબક્કામાં છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થયા બાદ 15 એપ્રિલ બાદ લોકો માટે ખુલ્લું મુકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...