Tuesday, April 14, 2026

અમદાવાદમાં સરસપુરમાં રણછોડરાયજીનું મંદિરનું થશે નવીનીકરણ, જગન્નાથની 148 રથયાત્રા નીકળશે, ભવ્ય મામેરું કરાશે

spot_img
Share

અમદાવાદ : દર વર્ષે ભક્તો ભગવાન જગન્નાથની રથયાત્રાની રાહ જુએ છે અને આ વર્ષે ભગવાન જગન્નાથની 148 રથયાત્રા નીકળવાની છે. અમદાવાદ શહેરમાં આ રથયાત્રા 29 જૂન, અષાઢી બીજના દિવસે જગન્નાથ મંદિરથી શરૂ થશે. સરસપુર રણછોડરાયજી સ્થિત ભગવાન જગન્નાથના મંદિરનો આ વર્ષે પુનર્વિકાસ કરવામાં આવશે. આનાથી મંદિરે આવતા ભક્તોને મોટી રાહત મળશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરસપુર રણછોડરાય મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે અમદાવાદના રણછોડરાય મંદિરનો પુનઃવિકાસ કરવામાં આવશે. રણછોડરાય મંદિર એક ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે, જે ખૂબ જ નાનું હતું, જેના કારણે ભક્તોને દર્શન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેના કારણે સરસપુર રણછોડરાય મંદિરના ટ્રસ્ટીઓએ મંદિરનું વિસ્તરણ કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત આ વર્ષે મંદિરનું વિસ્તરણ 12 ફૂટ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મોસાળ રણછોડરાય સ્થિત જગન્નાથજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.

અમદાવાદ શહેરમા દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે 29 જૂનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે. જેની માટે જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિર અને ભગવાનના મોસાળ સરસપુર મંદિરમા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમા આ વર્ષે સરસપુર ખાતે ભગવાનના મોસાળમાં મામેરાના યજમાન તરીકે વાસણા વિસ્તારમાં રહેતા જાગૃતિબેન મનીષ ત્રિવેદીને લાભ મળ્યો છે.

મામેરાનો લાભ મળતા યજમાન મનીષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે છેલ્લા 9 વર્ષથી રાહ જોતા હતા. તેથી સારામાં સારું મામેરું કરીશું એવી ભાવના છે. તેમજ આ વર્ષે અમે અલગ રીતે જ મામેરાનું આયોજન કરીશું. અમારા ત્યાં કથા હતી અને રામજીની પોથીમાં અમને સમાચાર મળ્યા કે મામેરાના ડ્રોમાં અમારું નામ ખુલ્યું છે. આ ઉપરાંત ત્રિવેદી પરિવારની મહિલાઓએ નક્કી કર્યું આ વર્ષે ક્યારેક કોઈએ ના કર્યું હોય તેવું હટકે મામેરું કરવામા આવશે.

અમે મામેરાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મનીષ ત્રિવેદીના પત્ની જાગૃતિ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ભગવાનનું મામેરુ કરવાનો અમને ખૂબ જ હરખ છે. અમે સોના ચાંદીના દાગીના વાઘા અલગ થીમ પ્રમાણેનું મામેરું કરીશું. મામેરાના વસ્ત્ર, આભૂષણ સહિતની વસ્તુઓ લોકો દર્શન કરી શકે તેના માટે ચાર દિવસનો કાર્યક્રમ પણ અમારા વાસણા ખાતે આવેલા ઘરે રાખવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...