Wednesday, March 11, 2026

અમદાવાદમાં ઇન્દિરાબ્રિજ સર્કલ પાસે એપાર્ટમેન્ટમાં લાગેલી આગ કાબુમાં, મહિલાએ જીવ બચાવવા માર્યો કૂદકો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ફરી એક વખત રેસિડેન્સીયલ વિસ્તારમાં આગની ઘટના બનવા પામી હતી. જેમાં ઈન્દિરાબ્રિજ નજીક આવેલ એક એપાર્ટમેન્ટમાં આ આગની ઘટના બની હતી. આગને કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાથે જ બિલ્ડીંગમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. જોકે હાલ આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તેમણે આગને કાબુમાં લીધી હતી. બિલ્ડીંગમાં આગ લાગવાને કારણે સ્થળ ઉપર પણ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના ઈન્દિરાબ્રિજ નજીક આવેલી આત્રેય ઓર્ચિડ સોસાયટીની ડી વીંગના ફ્લેટના ચોથા માળે આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ફ્લેટના એસીમાં આગ લાગ્યા બાદ આગ આખા ફ્લેટમાં ફરી વળી હતી. બે ફ્લોર પરના અંદાજે આઠેક જેટલા ફ્લેટ સુધી આગ પ્રસરતા લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. આગને પગલે ફાયરબ્રિગેડની 10 ગાડી અને પાંચ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટનામાં કુલ પાંચ લોકો પાંચમાં માળેથી આગને કારણે કૂદી ગયા હતા. જોકે સ્થાનિકો અને ફાયર વિભાગના કર્મીઓ પહેલાથી જ તૈયારી રાખીને બેઠા હતા. જેમાં જેના તેઓ નીચે કૂદ્યા કે તેઓએ તેને બચાવી લીધી હતી. ઈન્દિરાબ્રિજ સર્કલ પાસેના એપાર્ટમેન્ટમાં આગ લાગતા રહેવાસીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પાંચમા માળે આગ લાગતા રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આગ લાગવાની ઘટના બનતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો થોડા સમય માટે થંભી જવા પામ્યા હતા.

આ આગની ઘટનામાં ઘાયલોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ચૌથા માળે આગ લાગતા આ આગ પાંચમા માળ સુધી પ્રસરી કુલ 6 મકાનો આગની લપેટમાં આવી જવા પામ્યા હતા. એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. આગ લાગ્યાની ઘટનાની જાણ કરતા ફાયર વિભાગની 8 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગ્રેડનાં કર્મચારીઓ દ્વારા તાત્કાલીક ધોરણે આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ ફસાયેલા રહીશોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...