Monday, September 21, 2026

અમદાવાદીઓમાં ખુશીનો માહોલ, ‘ઓપરેશન સિંદૂર’ એર સ્ટ્રાઇકની સેનાની કામગીરીને બિરદાવી

spot_img
Share

અમદાવાદ : પહેલાગામમાં આંતકીઓ કરેલા હુમલાનો જડબાતોડ જવાબ આપતા ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ શરુ કર્યું છે. જેમાં પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર થયેલી એરસ્ટ્રાઇક અનેક આતંકીઓને ઠાર કરી દીધા છે. ભારતીય સેનાની બહાદુરીને દેશવાસીઓ બિરદાવી રહ્યા છે. ત્યારે અમદાવાદીઓમાં ખુબજ ખુશીનો માહોલ છે.લોકો સેનાની કામગીરીને બિરદાવી રહ્યા છે.અને માની રહ્યા છે કે ભારતે પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા લોકોને સાચી શ્રદ્ધાંજલી આપી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદમાં ખાડીયા-રાયપુર વિસ્તારમાં લોકો તિરંગા સાથે રોડ પર આવીને સેનાની કામગીરી બિરદાવી હતી. ભારતીય સેનાએ જે ઓપરેશન પાર પાડ્યું છે તેને આવકાર્યુ છે..ખાડીયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટે કહ્યું કે વડાપ્રધાન મોદીએ જે રીતે આતંકીઓને પાઠ ભણાવ્યો છે તે ખુબજ પ્રશંસનીય છે. આ ઉપરાંત ઉપસ્થિત સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદીઓને સપોર્ટ કરતો દેશ છે તેને પાઠ ભણાવવો જ જોઇએ અને ભારતે આ જ રીતે આતંકીઓ પર હુમલા ચાલુ રાખવા જોઇએ.

અમદાવાદના લોકોએ કહ્યું કે પાકિસ્તાનને હવે એ વાતનો ખ્યાલ આવી ગયો હશે કે ભારતમાં જે સરકાર બેઠી છે તે નમાલી સરકાર નથી.આ ઉપરાંત અમદાવાદની જનતાએ એમ પણ કહ્યું કે અમને આશા હતી જ કે વડાપ્રધાન મોદી આવી જ કોઇ કાર્યવાહી કરશે. સાથે સાથે કેટલાક લોકોએ આ સાથે એવો પણ મત વ્યક્ત કર્યો કે આ ઉત્તમ સમય છે કે ભારતે પીઓકે પર કબ્જો કરી લેવો જોઇએ.

ભારતે પહેલગામ હુમલાનો એવો જવાબ આપ્યો છે કે દરેક ભારતીયની છાતી ગર્વથી ફુલી ગઇ છે..દરેક ભારતીયને એ વાતનો ગર્વ છે કે ભારતે પહેલગામના આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે..અને વિશ્વભરમાં એ વાતનો સંદેશ ગયો છે કે ભારત આતંકવાદને સાંખી નહીં લે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...