Wednesday, March 18, 2026

PM નરેન્દ્ર મોદી ગુજરાતના બનશે મહેમાન, જાણો કયા કાર્યક્રમમાં આપશે હાજરી

spot_img
Share

અમદાવાદ : 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલો અને 7 મેના રોજ ઓપરેશન સિંદૂર પછી PM નરેન્દ્ર મોદી 26 મેના રોજ ગુજરાત આવે તેવી શક્યતા છે. PM મોદી કચ્છના ભૂજની મુલાકાત લે તેવી અપેક્ષા છે અને ત્યારબાદ લોકોમોટિવ રોલિંગ સ્ટોક વર્કશોપનું ઉદ્ઘાટન કરવા દાહોદ જશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ભારત-પાકિસ્તાન યુદ્ધ અને ઓપરેશન સિંદૂર બાદ PM નરેન્દ્ર મોદી પ્રથમ વખત પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. PM નરેન્દ્ર મોદી 26-27 મે દરમિયાન બે દિવસ ગુજરાતના મહેમાન બનશે. 26 મેની રાત્રે PM અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર જશે અને ત્યાં રાત્રી રોકાણ કરશે.27 મેના રોજ PM કચ્છ, દાહોદ અને ગાંધીનગરમાં ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપશે.

કચ્છના ભુજમાં મીરજાપર રોડ પર જાહેર સભા અને માતાના મઢ આશાપુરા મંદિરના દર્શનનો કાર્યક્રમ નિશ્ચિત છે. આ મુલાકાતને લઈને સ્થાનિક તંત્ર એક્શનમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે CM નિવાસસ્થાને બેઠક યોજી, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સંગઠન મહામંત્રી રત્નાકર અને અન્ય અધિકારીઓએ આયોજનને આખરી ઓપ આપ્યો.

આ મુલાકાત પહેલાં ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાત મુલાકાતે આવી ગયા. તેમણે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમૂર્હુત કર્યું અને સાણંદમાં તિરંગા યાત્રામાં ભાગ લઈ ભારતીય જવાનોના શૌર્યને બિરદાવ્યું. ઓપરેશન સિંદૂર, જે 7 મે, 2025ના રોજ પહલગામ આતંકી હુમલાના જવાબમાં શરૂ થયું, તેની સફળતા બાદ ગુજરાતમાં ઉત્સાહ છે. PMની આ મુલાકાત રાજ્યના વિકાસ અને રાષ્ટ્રીય ગૌરવને વેગ આપશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...