Tuesday, April 28, 2026

અમદાવાદમાં 148મી રથયાત્રાની તૈયારી જોરશોરમાં, પરંપરાગત રૂટ યથાવત, આખરે વિવાદનો અંત

spot_img
Share

અમદાવાદ : ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છેરથયાત્રા વર્ષોથી પરંપરાગત રૂટ ઉપર યોજાય છે ત્યારે મેટ્રો રેલ દ્વારા કાલુપુર પાસે કામ ચાલતું હોવાથી રૂટમાં સામાન્ય ફેરફાર કરવા મેટ્રો રેલ દ્વારા મંદિરને સૂચન કરવામાં આવ્યું હતું. જો કે, રુટમાં ફેરફાર કરવા બાબતનો મંદિર દ્વારા ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો અને રથયાત્રા પરંપરાગત રૂટ પર જ યોજાશે તેવું જણાવવામાં આવ્યું છે.ત્યારે અમદાવાદમાં રથયાત્રાના રૂટમાં ફેરફાર કરવા મુદ્દે ચાલી રહેલો ગજગ્રાહ આખરે સમાપ્ત થયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જગન્નાથ મંદિર ટ્રસ્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), મેટ્રો રેલ અને પોલીસ વચ્ચે રૂટમાં ફેરફાર કરવા અંગે ચાલી રહેલી ખેંચતાણનો અંત આવ્યો છે. મંદિરના ટ્રસ્ટીએ સ્પષ્ટતા કરી છે કે, રથયાત્રા તેના પરંપરાગત રૂટ પરથી જ પસાર થશે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.અગાઉ, મેટ્રોના કામને કારણે રથયાત્રાના રૂટમાં ફેરફાર કરવા માટે મંદિર ટ્રસ્ટને રજૂઆત કરવામાં આવી હતી. આ મુદ્દે વિવિધ પક્ષો વચ્ચે ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે, હવે આ વિવાદનો અંત આવતા ભક્તો અને નગરજનોમાં આનંદની લાગણી છવાઈ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા રૂટ બદલવા માટે સ્પષ્ટ મનાઈ કરી દેવામાં આવી છે.

જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કાલુપુર મેટ્રો રેલની કામગીરી રથયાત્રા પહેલા ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ સૂચનાનો મુખ્ય હેતુ એ છે કે, મેટ્રોની કામગીરીને કારણે રથયાત્રામાં કોઈ અવરોધ ઊભો ન થાય અને દર્શનાર્થીઓ કે નગરજનોને કોઈ તકલીફ ન પડે.ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ મંદિર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. રૂટમાં ફેરફાર અંગેના વિવાદનો અંત આવતા મંદિર ટ્રસ્ટ દ્વારા આ સ્પષ્ટતા કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...