Tuesday, April 28, 2026

અમદાવાદના‘દિલ્હી દરવાજો’નો એક ભાગ ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાની નહીં

spot_img
Share

અમદાવાદમાં ઐતિહાસિક દિલ્હી દરવાજાનો એક ભાગ ધરાશાયી થયો છે. અમદાવાદના હેરિટેજની દિલ્હી દરવાજાનો એક ભાગ ધરાશાયી લાગી રહ્યું છે કે, માવજતમાં પણ તંત્રની બેદરકારી જણાઇ રહી છે. દિલ્હી દરવાજાનો દરવાજાનો એક ભાગ ધરાશાયી થતા અમદાવાદ મહાનગર પાલિકાએ બેરીકેટિંગ કરી દીધુ છે. આવતા-જતા વાહનચાલકોને હાલાકી ન થાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્રએ કામગીરી તેજ કરી છે. અમદાવાદ શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો પણ આ ઐતિહાસિક ધરોહરની માવજતમાં તંત્રની ગંભીર બેદરકારી જણાઇ રહી છે. પગલે તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ દોડી આવી હતી અને ત્યાંથી વાહન વ્યવહાર બંધ કરાવી દેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના કોટ વિસ્તારમાં ઐતિહાસિક દરવાજા આવેલા છે જેમાં સૌથી જૂનો દિલ્હી દરવાજાનો એક તરફનો દરવાજો આજે બુધવારે રાત્રે અચાનક જ ધરાશાયી થયો હતો. અવાજ આવતાની સાથે જ સ્થાનિક લોકો દોડી ગયા હતા. હાજર ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સદનસીબે આ સમયે ત્યાંથી કોઈ વાહન પસાર ન થતાં અને સામેની દીવાલ ઉપર દરવાજો પડ્યો હતો જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે દરવાજાની વચ્ચે અવરજવરનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો પરંતુ શહેરમાં હેરિટેજ ઈમારતોની જાળવણી માટે તંત્ર દ્વારા સચોટ બેદરકારી દાખવતી હોવાનું જણાઇ આવે છે. હેરિટેજ ઈમારતોની માવજત અંગે આટલી મોટી બેદરકારી એ તંત્ર ઉપર અનેક સવાલો ઉભા કરી રહ્યું છે.

અમદાવાદના ઐતિહાસિક દિલ્હી દરવાજાનું 1878માં નિર્માણ કરવામાં આવ્યું હતું. અમદાવાદથી દિલ્હી જવા માટે તે એક પરિવહન માટેનો રસ્તો માનવામાં આવતો હતો. તેથી આ દરવાજાનું નામ દિલ્હી દરવાજા રાખવામાં આવ્યું. દિલ્હી દરવાજો લોખંડના ઢોળવાળા લાકડાના દરવાજા સાથે છતવાળુ પ્લેટફોર્મ છે, આ ઉપરાંત એવું કહેવાય છેકે, દિલ્હી દરવાજો શહેરના વિસ્તરણ દરમિયાન મહમૂદ બેગડાએ બાંધેલા બીજી કિલ્લેબંધી દિવાલોનો એક ભાગ હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...