Sunday, September 20, 2026

અમદાવાદના આ વિસ્તારમાં 30 કરોડના ખર્ચે મિની સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનશે, ઓલિમ્પિક સ્તરનો સ્વિમિંગ પૂલ તૈયાર કરાશે

spot_img
Share

અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગોતામાં દેવનગર ગામ નજીક એચપી પેટ્રોલ પમ્પ સામે મ્યુનિ. મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવશે, જેમાં ઇન્ડોર અને આઉટડોર ગેમની સુવિધા હશે. આ સિવાય પ્રેક્ષકો માટે જરૂરી વ્યવસ્થા પણ રહેશે. જ્યારે ચેન્જિંગ રૂમ, ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પૂલ તૈયાર કરાશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 110 ટુવ્હીલર અને 71 ફોર વ્હીલર પાર્ક કરવાની ક્ષમતા હશે. અંદાજે 30.50 કરોડના ખર્ચે બે વર્ષમાં કામગીરી પૂરી કરાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગોતા વોર્ડમાં આવેલી ટી.પી.સ્કીમ નંબર-32ના ફાયનલ પ્લોટ નંબર-162ના પાર્ટ પ્લોટમાં મીની સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવવા કોન્ટ્રાકટર શ્રીજી કૃપા પ્રોજેકટ લિમિટેડના ટેન્ડરને મંજુરી અપાઈ છે.જેમાં ઇન્ડોર અને આઉટડોર ગેમની સુવિધા હશે.સ્પોર્ટસ કોમ્પલેકસના ઈન્ડોર બિલ્ડિંગમાં 1250 ચોરસમીટર જગ્યામાં ઓલિમ્પિક સાઈઝના સ્વિમિંગપુલ ઉપરાંત 811 ચોરસ મીટર જગ્યામાં મલ્ટિ પર્પઝ કોર્ટ હોલ તૈયાર કરાવાશે.190 ચોરસમીટર જગ્યામાં ફુડ કોર્ટ તેમજ જયુસ બાર, મેડીકલ રુમ, શાવર ચેઈન્જિંગ રુમ વગેરેની સગવડ હશે.630 ચોરસમીટર જગ્યામાં બે ટેનિસ કોર્ટ, 130 ચોરસમીટર જગ્યામાં એક કબડી કોર્ટ,372 ચોરસમીટર જગ્યામાં આઉટડોર જીમ પણ તૈયાર કરાશે.આ ઉપરાંત ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાર્કિંગ પણ હશે.અંદાજે 30.50 કરોડના ખર્ચે બે વર્ષમાં કામગીરી પૂરી કરાશે.

આ ઉપરાંત નવા વાડજ વોર્ડમાં આવેલા રાણીપ વિસ્તારમાં રોનક સોસાયટી પાસે ટી.પી.સ્કીમ નંબર-1ના ફાયનલ પ્લોટ નંબર-9માં આવેલા ખુલ્લા પ્લોટને રુપિયા રુપિયા 78 કરોડના ખર્ચે મલ્ટિ પર્પઝ સ્પોટર્સ સંકુલ તરીકે ડેવલપ કરવા કોન્ટ્રાકટર યમુનેશ કન્સ્ટ્રકશનને કામગીરી અપાઈ છે.પાલડી વિસ્તારમાં ટેનીસ કોર્ટ વાળા પ્લોટનો કુલ એરીયા 3885 ચોરસ મીટર છે. આ પૈકી 1369 ચોરસ મીટર જગ્યામાં ટેનીસ કોર્ટ આવેલી છે.આ સિવાયની જગ્યામાં રુપિયા 39.72 લાખના ખર્ચથી પ્લે ગ્રાઉન્ડ બનાવવા કોન્ટ્રાકટર દ્વારકેશ કન્સ્ટ્રકશનને કામ અપાયુ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...